સામગ્રી:
આશરે 10 કઢી પત્તાં
એક ટેબલ સ્પૂન જીરૂ
5 લીલાં સારી રીતે ચોપ કરેલાં મરચાં 
નાના થી મધ્યમ કદના 2 ટામેટા
દોઢ ટેબલ સ્પૂન ભૂકો કરેલા સીંગદાણા
800 ગ્રામ ફ્રોઝન કાસાવા તથા કાસાવાને પાર બોઈલીંગ કરવા માટે મીઠાવાળુ ગરમ પાણી (તમે આખા કાસાવા અથવા ફ્રોઝન ચીપનો ઉપયોગ કરી શકો છો.) 
અડધો ટેબલ સ્પૂન મીઠુ, 7 કપ પાણી 
સારી રીતે સમારેલી કોથમીર ગાર્નીશીંગ માટે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીત:  
મોટી સોસ પૅનમાં પાણી ગરમ કરો. એમાં ઉદારપણે મીઠુ નાખો
એક વાર પાણી ઉકળીને ઉપર આવે એટલે તેમાં કાસાવા નાખી ઢાંકી દો
કાસાવાને મધ્યમ તાપે 15 મિનીટ સુધી ગરમ થવા દો.
પાણી નીતારી દઈને તેના બાઈટ સાઈઝના ટુકડા કરો 
જો તમારી પાસે પ્રેશર કૂકર ના હોય તો તમે જેમાં કાસાવા ગરમ કર્યા હતા તે સોસ પૅનનો ઉપયોગ કરી શકો છો.  તેલને પ્રેશર કૂકર કે સોસ પૅનમાં મધ્યમ ગરમીથી તપાવો.  
તેમાં કઢી પત્તા, જીરુ અને મરચાં નાખો, તેને ધીમા થી મધ્યમ તાપે કઢી પત્તાં  ઉકળે  અને જીરુ સોનેરી થઈ જાય ત્યાં સુધી 3 થી 4 મિનીટ સુધી હલાવતા રહો. 
તેમાં પીસેલા સીંગદાણા, ટામેટા અને મીઠુ નાખો, તેને સારી રીતે મિક્સ કરીને 3થી 4 મિનિટ ઢાંકી રાખો. તેમાં કાસાવા અને પાણી નાખો, હલાવતા રહો અને ઢાંકી દો. કાસાવાને રાંધવામાં માત્ર 20 મિનીટ લાગવી જોઈએ. જો તમે રેગ્યુલર સોસ પૅનનો ઉપયોગ કરતા હો તો તમારે ઢાંકણ ઉપર રાખીને વધુ 20 મિનીટની રાખવાની જરૂર પડશે. 

શેફ વીરસિંઘ, હોટલ નોવોટેલ