Steam Benefits: બદલતા વાતાવરણના કારણે શરદી, ઉધરસ, નાક બંધ થવું, ગળામાં દુખાવો જેવી સમસ્યા સામાન્ય બની જાય છે. ખાસ કરીને જો શરદી ના કારણે નાક બંધ થઈ જાય તો તકલીફ વધી જાય છે. આ સ્થિતિમાં સ્ટીમ લઈને તમે બંધ નાકની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. સ્ટીમ લેવાથી નાક ખુલી જાય છે અને શ્વાસ લેવામાં થતી તકલીફ પણ દૂર થાય છે. સ્ટીમ લેવાથી ઉધરસની સમસ્યાથી પણ રાહત મળે છે. ટૂંકમાં કહીએ તો સ્ટીમ લેવાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઘરમાં હાજર વસ્તુઓથી બનતા આ ફેસપેક ચહેરા 10 મિનિટમાં લાવે છે ગ્લો, તમે પણ કરો ટ્રાય


ખાસ કરીને ઠંડીની ઋતુમાં રોજ સ્ટીમ લેવાથી શ્વસનતંત્ર મજબૂત રહે છે અને વાયરલ તેમજ બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા વધે છે. સ્ટીમમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે જે શરદી ઉધરસથી રાહત અપાવે છે. સ્ટીમ લેવાથી ત્વચાને પણ ફાયદો થાય છે.


શિયાળામાં સ્ટીમ લેવાથી ત્વચા સોફ્ટ અને ચમકદાર બને છે. આ ઋતુમાં ઠંડીના કારણે સ્કીન ડ્રાય થઈ જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે તેવામાં સ્ટીમ લેવામાં આવે તો સ્કીનના પોર્સ સાફ થઈ જાય છે અને સ્કીન પર ચમક આવે છે. શિયાળામાં નિયમિત રીતે સ્ટીમ લેવાથી સ્કીન ટાઈટ થાય છે અને ગ્લો દેખાય છે.


આ પણ વાંચો: દિવાળી પર પાર્લર ગયા વિના તમારો ચહેરો કરશે ગ્લો, કોફી પાવડરનો આ રીતે કરો ઉપયોગ


સ્ટીમ લેવાની સાચી રીત


સામાન્ય રીતે લોકો ચેહરા પર વરાળને ડાયરેક્ટ લેતા હોય છે. પરંતુ રોજ સ્ટીમ લેવાની હોય તો તેને ચહેરા પર ડાયરેક્ટ લેવાને બદલે તેની આગળ કપડું કે નેપકીન રાખી દેવું. આ રીતે સ્ટીમ લેવાથી ચહેરાને મોઈશ્ચર મળે છે. આ સ્ટીમને તમે લાંબા સમય સુધી નાક વડે શરીરમાં અંદર પણ લઈ શકો છો તેનાથી શ્વાસ લેવામાં પણ તકલીફ નહીં થાય અને ત્વચા ને પણ ફાયદો થશે.


આ પણ વાંચો: દિવાળી પર મહેમાનો માટે ઘરે ઓછા ખર્ચે તૈયાર કરો કેસર પેંડા, 3 સામગ્રી સાથે થશે તૈયાર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)