Diwali Recipe: દિવાળી પર મહેમાનો માટે ઘરે ઓછા ખર્ચે તૈયાર કરો કેસર પેંડા, 3 સામગ્રી સાથે ફટાફટ થશે તૈયાર
Diwali Recipe: જો આ દિવાળી પર તમારે પણ મહેમાનોને કંઈક ખાસ ખવડાવવું હોય અને તે પણ શુદ્ધ હોય તેવું તો ઘરે તમે બનાવી શકો છો કેસર પેંડા. ઘરે કેસર પેંડા તૈયાર કરવામાં વધારે ખર્ચ પણ નહીં થાય અને તમે મહેમાનોને શુદ્ધ અને સ્વાદિષ્ટ મિઠાઈ ખવડાવી શકશો.
Trending Photos
Diwali Recipe: તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દિવાળીની ઉજવણી કરવા માટે ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને નાસ્તા બનાવવામાં આવે છે. કારણ કે આ સમયે ઘરે મહેમાનોની અવરજવર વધારે રહેતી હોય છે. આ દિવસોમાં ઘરે આવનાર મહેમાનોને કંઈક મીઠું ખવડાવવું પણ જરૂરી હોય છે. પરંતુ બજારમાં મળતી વસ્તુઓમાં ભેળસેળ હોય તો... આવી શંકા પણ રહે છે. તો જો તમારે પણ દિવાળીમાં મહેમાનોને કંઈક ખાસ ખવડાવવું હોય અને તે પણ શુદ્ધ હોય તેવું તો ઘરે તમે બનાવી શકો છો કેસર પેંડા. ઘરે કેસર પેંડા તૈયાર કરવામાં વધારે ખર્ચ પણ નહીં થાય અને તમે મહેમાનોને શુદ્ધ અને સ્વાદિષ્ટ મિઠાઈ ખવડાવી શકશો.
કેસર પેંડા બનાવવાની સામગ્રી
માવો - 1 કિલો
દૂધ - 2 કપ
પિસ્તા અને કેસર જરૂર પ્રમાણે,
એલચી પાવડર - 1 ચમચી
ખાંડનો પાવડર - 500 ગ્રામ
કેસર પેંડા બનાવવાની રીત
આ પેંડા બનાવવા માટે સૌપ્રથમ માવાને નોન-સ્ટીક પેનમાં પાંચથી સાત મિનિટ ધીમા તાપે શેકો. માવો શેકાઈ જાય એટલે તેને ઠંડો થવા માટે રાખો. માવો જ્યારે થોડો ગરમ હોય ત્યારે તેમાં દૂધ અને કેસર ઉમેરીને ફરીથી ધીમા તાપે શેકો. જ્યારે દૂધ બળી જાય ત્યારે આ મિશ્રણમાં એલચી પાવડર ઉમેરી તેને ગેસ પરથી ઉતારી લો. જ્યારે મિશ્રણ હૂંફાળું થઈ જાય ત્યારે તેમાં ખાંડનો પાવડર ઉમેરો અને બરાબર મિક્સ કરો. જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને તમારી પસંદગી આકાર આપો અને તેને પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે