Get Rid of Wrinkles: સ્ત્રી હોય કે પુરુષ દરેકની ઈચ્છા હોય કે તેની સ્કીન હંમેશા ગ્લોઇંગ અને યુવાન દેખાય. પરંતુ ધીરે ધીરે ત્વચા પર કરચલીઓ દેખાવા જ લાગે છે. પરંતુ આજે તમને એક એવો નુસખો જણાવીએ જેને અપનાવશો તો વધતી ઉંમરે પણ ચેહરાની ત્વચા ઢીલી નહીં પડે. જો ચહેરાની ત્વચા ઢીલી પડી ગઈ હોય તો ઉંમર કરતાં વધારે ઉંમર દેખાય છે. પરંતુ વધતી ઉંમરે પણ ત્વચા ટાઇટ હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આવી જ કુદરતી સુંદર ત્વચા મેળવવા માટે તમે બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો. બટેટાના રસમાં ત્રણ વસ્તુઓ ઉમેરીને ચહેરા પર અપ્લાય કરવાથી ચેહરાની ત્વચા બોટોકસ વિના પણ ટાઈટ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Hair Care: વાળને લાંબા અને કાળા કરવા ઘરે બનાવી લો લસણ અને ડુંગળીની છાલનું તેલ


બટેટાનો રસ અને મધ 


ચેહરાની કરચલીઓ દૂર કરવા માટે બટેટાનો રસ કાઢી તેમાં મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી ચેહરા પર સારી રીતે અપ્લાય કરો. 15 મિનિટ માટે આ મિશ્રણને ચહેરા પર રહેવા દો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે ચહેરા પર પડેલી કરચલીઓ પણ દૂર થવા લાગશે. 


આ પણ વાંચો:Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો


બટેટાનો રસ અને દૂધ 


કરચલીઓને દૂર કરવા માટે બટેટાના રસ અને દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક વાત કેવા બે ચમચી બટેટાનો રસ લઈ તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ માટે અપ્લાય કરો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો.


આ પણ વાંચો:ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો


બટેટાનો રસ અને હળદર 


ચેહરાની કરચલીઓને દૂર કરવા માટે બટેટાના રસ અને હળદરનો ઉપયોગ પણ કરી શકાય છે. બટેટાના રસમાં થોડી હળદર ઉમેરી ચહેરા પર અપ્લાય કરો. તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ વસ્તુ ચહેરા પર લગાડશો એટલે તરત જ ફરક દેખાવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)