Hair Care: નિયમિત રીતે વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ થાય છે. શેમ્પૂ વાળને સાફ કરે છે અને પોષણ પણ આપે છે. બજારમાં વાળના પ્રકાર અને સમસ્યા અનુસાર વિવિધ પ્રકારના શેમ્પૂ મળે છે. જો કે આજે તમને વાળની લંબાઈ ઝડપથી વધારવા માટે માત્ર શેમ્પૂ અસર કરતું નથી. તેવામાં જો તમારે વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આજે તમને જોરદાર ટીપ્સ જણાવીએ. જેને ફોલો કરવા માટે તમારે તમારા શેમ્પૂમાં રસોડામાં રહેલી એક વસ્તુને શેમ્પૂમાં મિક્સ કરી દેવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પછી તેનાથી વાળ ધોવાનું રાખશો તો તમારા વાળ ઝડપથી વધવા લાગશે અને વાળમાં કુદરતી ચમક પણ જોવા મળશે. શેમ્પૂમાં ખાંડ મિક્સ કરી તેનો ઉપયોગ કરવાથી અન્ય કયા કયા ફાયદા થાય છે તે પણ તમને જણાવીએ. 


શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી થતા ફાયદા


આ પણ વાંચો:


આ 3 સ્ટેપ ફોલો કરી વાળને કરશો શેમ્પૂ તો સ્પા કરાવ્યું હોય તેવું મળશે રિઝલ્ટ


"વાળ ખરે છે.." આ સમસ્યાને કોઈ ઉપાય વિના દુર કરવી હોય તો આ 4 વસ્તુ ખાવાની કરો શરુઆત


Home Made Oil: માત્ર 3 વસ્તુથી ઘરે તૈયાર કરો મેજિકલ હેર ઓઈલ, વાળ થશે મજબૂત અને લાંબા
 
વાળને મોઈશ્ચર મળે છે
ખાંડ ઉમેરીને વાળમાં શેમ્પૂ લગાવવાથી સ્કેલ્પ એક્સ્ફોલિયેટ થાય છે અને છિદ્રો ખુલે છે. જેના કારણે વાળ બરાબર સાફ થાય છે અને વધુ ચમકદાર બને છે.


લાંબા વાળ
શેમ્પૂ સાથે ખાંડ મિક્સ કરવાથી માથાની ત્વચા પર યોગ્ય રીતે માલિશ કરવામાં મદદ મળે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ સુધરે છે. તેના કારણે વાળનો ગ્રોથ પણ ઝડપથી થાય છે. 


ડેન્ડ્રફથી છુટકારો મળશે
જો તમે ડેન્ડ્રફથી પરેશાન છો તો શેમ્પૂ અને ખાંડનો ઉપયોગ શરુ જ કરી દો. તેનાથી માથાની ચામડીના ડેડસેલ્સ દુર થાય છે અને સાથે જ ડેન્ડ્રફ પણ દૂર થાય છે.


શેમ્પૂમાં ખાંડ કેવી રીતે મિક્સ કરવી?


શેમ્પૂ અને ખાંડના ફાયદા મેળવવા માટે સૌથી પહેલા તમારા વાળની જરૂરીયાત અનુસાર માઈલ્ડ શેમ્પૂ પસંદ કરો. વાળ ધોવાના હોય ત્યારે જરૂરી માત્રામાં શેમ્પૂ લઈ તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો. આ બે વસ્તુઓને હથેળી વડે બરાબર મિક્સ કરી ભીના વાળમાં લગાવી વાળ ધોવા માટે મસાજ કરો. આ રીતે અઠવાડિયામાં એક કે બે વાર વાળ ધોવાથી વાળની સમસ્યાઓ દુર થશે અને વાળ ઝડપથી લાંબા થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)