Home Made Hair Oil: માત્ર 3 વસ્તુથી ઘરે તૈયાર કરો મેજિકલ હેર ઓઈલ, વાળ થશે મજબૂત અને લાંબા

Home Made Hair Oil: વાળ લાંબા, કાળા અને મજબૂત હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી છે. પરંતુ આહારશૈલી અને લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવા લાગે છે અને સફેદ પણ થવા લાગે છે. આ સ્થિતિમાં જો સમયસર વાળને મજબૂત કરવાના ઉપાય કરવામાં ન આવે તો તેનાથી વાળમાં ટાલ પણ પડી શકે છે. મહિલાઓને પણ આ સમસ્યા થઈ શકે છે.

Home Made Hair Oil: માત્ર 3 વસ્તુથી ઘરે તૈયાર કરો મેજિકલ હેર ઓઈલ, વાળ થશે મજબૂત અને લાંબા

Home Made Hair Oil: વાળ લાંબા, કાળા અને મજબૂત હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી છે. પરંતુ આહારશૈલી અને લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવા લાગે છે અને સફેદ પણ થવા લાગે છે. આ સ્થિતિમાં જો સમયસર વાળને મજબૂત કરવાના ઉપાય કરવામાં ન આવે તો તેનાથી વાળમાં ટાલ પણ પડી શકે છે. મહિલાઓને પણ આ સમસ્યા નડી શકે છે. જો તમારે માથામાં ટાલ પડવા દેવી ન હોય તો તેના માટે તમે ઘરે ખાસ તેલ તૈયાર કરી શકો છો. આ તેલ માત્ર 3 વસ્તુઓથી બની જાય છે અને તેને લગાડવાથી સફેદ વાળ, ખરતાં વાળની સમસ્યા દુર થાય છે. 

વાળને ખરતાં અટકાવતું તેલ

આ પણ વાંચો:

વાળ માટે તેલ કેવી રીતે બનાવવું

મેજિકલ ઓઈલ બનાવવા માટે સૌથી પહેલા એક ડુંગળી લો. તેને સારી રીતે છીણી અને તેનો રસ કાઢી લો. આ રસમાં એક ચમચી એલોવેરા જેલ અને સરસવનું તેલ ઉમેરો. આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. બસ તેલ તૈયાર છે. 

તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?

સૌથી પહેલા વાટકીમાં તેલ લો અને તેને તમારા વાળના મૂળ અને લંબાઈ પર સારી રીતે લગાવો. 10 મિનિટ સુધી વાળમાં હળવા હાથે મસાજ કરો. તેને લગભગ અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર પછી તમારા વાળને માઈલ્ડ શેમ્પૂની મદદથી ધોઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news