નવી દિલ્હીઃ why mosquito bite some people more than others: તમે પણ સાંભળ્યું હશે કે કેટલાક લોકોને મચ્છર વધુ કરડે છે. તેવામાં લોગો કહે છે કે જે લોકોનું લોહી મીઠું હોય છે તેને મચ્છર વધુ કરડે છે. આતો મજાકની વાત છે કે મચ્છર કરડવાની પાછળ ઘણા કારણ હોય છે. તો બ્લડ ગ્રુપને કારણે મચ્છર વધુ કરડે છે. આવો જાણીએ કયાં બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધુ કરડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયાં બ્લડ ગ્રુપના લોકોને વધુ કરડે છે મચ્છર
રિસર્ચ અનુસાર 0 બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધુ કરડે છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે મચ્છર ત્વચાની ગંધ અને માઇક્રોબાયોટા તરફ વધુ આકર્ષિત થાય છે.


શરીરનું તાપમાન
શરીરની ગરમીને કારણે પણ મચ્છર વધુ કરડે છે. કારણ કે પરસેવામાં લેક્ટિક એસિડ અને અમોનિયા હોય છે, જે મચ્છરોને આકર્ષિત કરે છે. 


આ પણ વાંચોઃ જો તમે પણ ચા સાથે નમકીન ખાઓ છો, તો થઈ જજો સાવઘાન, સ્વાસ્થ્યને થઈ શકે છે ભારે નુકસાન!


દારૂ અને ડાર્ક કલર
દારૂ પીનારા લોકોને પણ મચ્છર વધુ કરડે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કપડાનો કલર પણ મચ્છરોને આકર્ષિત કરે છે. મચ્છર કાળા અને જાંબલી સહિતના ઘેરા રંગના કપડાં તરફ આકર્ષાય છે. મચ્છરોથી બચવા માટે હળવા રંગના કપડાં પહેરો. 


કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને ખુબ સારી લાગે છે. કાર્બન ડાયોક્સાઇડને કારણે મચ્છર મનુષ્યો તરફ આકર્ષિત થાય છે. માદા મચ્છર પોતાના સેન્સિંગ ઓર્ગનની મદદથી કાર્બન ડાયોક્સાઈડની ગંધ ઓળખી માનવ શરીર તરફ આકર્ષિત થાય છે.


Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ જરૂર લો.