Mosquito Repellent Plants: ચોમાસામાં મચ્છરોથી છુટકારો મેળવવો હોય તો ઘરમાં લગાવો આ 5 છોડ
Mosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
Mosquito Repellent Plants: ચોમાસાની ઋતુ નજીક આવતા જ મચ્છરોનો આતંક વધતો જાય છે. સાંજ પડતાં જ મચ્છરોની આખી સેના તમારા ઘરનો કબજો લઈ લે છે. જો કે, લોકો મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇલ, મચ્છર લાઇટ અને બજારમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે મચ્છરોને દૂર કરવા માટે પ્રકૃતિની મદદ લઈ શકો છો. આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ન માત્ર મચ્છરોને આવતા અટકાવશે પરંતુ તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
લેમનગ્રાસ - તમે તમારા ઘરમાં લેમનગ્રાસ વાવી શકો છો. આ છોડની એસિડિક સ્મેલ ખૂબ જ સારી હોય છે પરંતુ મચ્છરોને આ સ્મેલ બિલકુલ પસંદ નથી. આ કારણે, તેઓ છોડની આસપાસ ભટકતા નથી. આવી સ્થિતિમાં તમે તમારા ઘરની બાલ્કનીમાં કે કશે પણ આ છોડ વાવીને મચ્છરોનો ત્રાસ ઘટાડી શકો છો..
ફુદીનો- ફુદીનાના ફાયદાઓથી કોણ અજાણ છે. તે ખાવાથી લઈને ત્વચા પર પણ લગાવવા સુધીના અનેક ફાયદા છે. પરંતુ તે મચ્છરો માટે દવાથી ઓછું નથી. તમે ઘરમાં ફુદીનાનો છોડ લગાવો, તેનાથી મચ્છર આપોઆપ દૂર થઈ જશે. એક અભ્યાસમાં ફુદીનાનું તેલ અથવા ફુદીનાનો અર્ક અન્ય કોઈપણ જંતુનાશકો જેટલો અસરકારક હોવાનું જણાયું છે.
રોઝમેરી- તમે તમારા ઘરમાં રોઝમેરીનો છોડ પણ લગાવી શકો છો.તેને નેચરલ મોસ્કીટો રિપેલેન્ટ માનવામાં આવે છે. તેના વાદળી ફૂલો ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ મચ્છરોને તેની લાકડા જેવી સુગંધ બિલકુલ પસંદ નથી.
લવંડર- લવંડરનો છોડ ખૂબ જ સુંદર લાગે છે. તેની સુગંધ પણ ઘણી સારી હોય છે, જેના કારણે તમારું આખું ઘર સુગંધિત રહે છે. પરંતુ મચ્છરોને આ સુગંધ બિલકુલ પસંદ નથી અને મચ્છર આ સુગંધથી દૂર રહે છે.
સિટ્રોનેલા- મચ્છરોથી બચવા માટે તમે સિટ્રોનેલાનો છોડ વાવી શકો છો. તેની સુગંધ મચ્છરોને ઘરમાં આવતા અટકાવે છે.આપને એ પણ જણાવી દઈએ કે આ છોડનો ઉપયોગ મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ બનાવવામાં પણ કરવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ વિધિ, પદ્ધતિઓ અને તરીકા અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ પણ વાંચો:
આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ
હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube