Weight Loss: બીજું બધું છોડો... 90 કિલોથી 60 કિલોએ ઝડપથી પહોંચવું હોય તો આ 2 ડ્રિંક્સ પીવાની આજથી જ કરી દો શરુઆત
Weight Loss: ખૂબ ઓછા લોકો વજન ઘટાડવાની આ સીક્રેટ ટીપ્સ વિશે જાણે છે. જો તમે થોડા દિવસ સુધી રાત્રે આ બેમાંથી કોઈ એક વસ્તુનું સેવન કરવાનું રાખો છો તો તમને થોડા જ સમયમાં શરીરમાં ફેરફાર દેખાવા લાગશે. તમારું વજન ઝડપથી ઉતરવા લાગશે.
Weight Loss: એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ કામ થઈ જાય છે. વજન ઘટાડવા માટે ડાયેટ અને હેવી એક્સરસાઇઝ કરવી પડે છે. આટલું કર્યા છતાં પણ ઘણી વખત પેટ અને કમરની ચરબી ઘટવાનું નામ નથી લેતી. જો તમે વજન ઘટાડવા માટે મહેનત કરો છો પરંતુ તમને પરિણામ નથી મળતું તો સમજી લેજો કે તમે તમારી રૂટીન લાઇફમાં કેટલીક ભૂલ કરી રહ્યા છો.
આ પણ વાંચો: ભારતની આ 4 જગ્યા છે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન, ચોથી જગ્યા તો દરેક કપલની પહેલી પસંદ
ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે વજન વધવાનો આધાર એ વસ્તુ પર હોય છે કે તમે રાત્રે કેટલું ખાવ છો અને શું ખાવ છો. જો તમે દિવસે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય પરંતુ રાત્રે ભરપેટ કેલરીયુક્ત વસ્તુઓ ખાવ છો તો તમારું વજન ક્યારેય નહીં ઘટે. તેનાથી વિપરીત બેલીફેટ ઝડપથી વધવા લાગશે.
આ પણ વાંચો: ભૂતોનો ગઢ છે આ જગ્યા, દિવસે અંદર જનારને પણ થાય છે ભૂતના અનુભવ, સાંજ પછી ગયા તો મર્યા
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાનું વજન સિરિયસલી ઘટાડવા માંગે છે તો એક જ નિયમનું પાલન કરવું જરૂરી છે. રાત્રે સુવાનો સમય હોય તેના બે કલાક પહેલા ભોજન કરી લેવું. ત્યાર પછી કંઈ જ ખાવું નહીં. કોઈપણ વસ્તુ ખાઈને તરત સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે વજન પણ ઝડપથી વધારે છે. આ નિયમનું પાલન કરવાની સાથે જો તમે રાતના સમયે બે વસ્તુઓ પીવાનું રાખો છો તો તેનાથી વજન ઝડપથી ઉતરે છે.
આ પણ વાંચો: Steam Facial:આ વસ્તુઓને પાણીમાં ઉમેરી 10 મિનિટ લો સ્ટીમ, ચહેરા પર તુરંત આવશે નિખાર
હળદરવાળું દૂધ
હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. દૂધને પણ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. આ બંનેનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે રાતના સમયે હળદરવાળું ગરમ દૂધ પીવાથી વેઈટલૉસમાં મદદ મળે છે.
આ પણ વાંચો: ચહેરાની કાળી ઝાંઈ એક રાતમાં થશે દુર અને ત્વચા પર આવશે ચમક, અજમાવો આમાંથી કોઈ એક ઉપાય
મેથીની ચા
જો તમે બેલીફેટ ઝડપથી ઉતારવા માંગો છો તો રાતના સમયે મેથીની ચા પીવાનું શરૂ કરી દો. જ્યારે તમે રાત્રે જમો છો તો સુતા પહેલા તેનું પાચન થાય તે જરૂરી થઈ જાય છે. આ પ્રક્રિયાને ઝડપી કરવા માટે રાત્રે મેથીની ચા પીવી જોઈએ. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળીને રાખી દો. રાત્રે સુતા પહેલા આ પાણીને થોડું ગરમ કરો અને પછી ગાળીને સુઈ જાવ. તમે થોડા દિવસ સુધી તેનું સેવન કરશો એટલે તમને શરીરમાં ફેરફાર દેખાવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)