Mother And Son Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક મહિલા અને છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળતી મહિલા તેના કરતા નાના છોકરા સાથે રોમેન્ટિક કન્ટેન્ટ બનાવતી જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ છોકરો બીજું કોઈ નહીં પણ વીડિયોમાં દેખાતી મહિલાનો પુત્ર છે. આ મા-દીકરાની જોડીએ હવે ઈન્ટરનેટ યુઝર્સને પોતાના વીડિયોથી નારાજ કરી દીધા છે. હાલમાં સામે આવેલી ક્લિપમાં દેખાતી મહિલાનું નામ રચના છે, તે પોતાના પુત્ર સાથે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવે છે. કેટલીકવાર આ વીડિયો એટલા રોમેન્ટિક હોય છે કે તે જોઈને લોકો અસહજ  અનુભવવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



સૌથી વધુ હંગામો એ વીડિયો પર થઈ રહ્યો છે જેમાં રચના તેના પુત્રને કિસ કરતી જોવા મળી રહી છે. અન્ય વીડિયોમાં બંને અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. છોકરો રચનાને ગળે લગાડે છે, તેને ચુંબન કરે છે અને તેને પોતાના ખોળામાં ઉઠાવતો જોવા મળે છે. આ બધી હરકતો જોઈને લોકોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે. એક વીડિયોમાં રચના સાથે એક નાની છોકરી પણ જોવા મળે છે, જે તેની પુત્રી હોવાનું કહેવાય છે. ઇન્સ્ટાગ્રામ પર રચનાના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે. ચાહકોને વીડિયોના કોમેન્ટ બોક્સમાં નફરત અને પ્રેમ બંને મળે છે. લોકો તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે .