Motivational Quotes: વર્ષ 2025 ની શરૂઆત થઈ ગઈ છે. નવું વર્ષ દરેક વ્યક્તિ માટે નવી આશાઓ નવી યોજનાઓ અને નવી ઊર્જા સાથે પોતાના લક્ષ્યની તરફ આગળ વધવાનો સમય છે. વર્ષ 2024 ઉતાર-ચડાવ સાથે પસાર થયું હોય તો પણ વર્ષ 2025 શાનદાર રહે તેવી શુભેચ્છા લોકો એકબીજાને આપતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weight Loss: સવારે જાગીને કરો આ 3 કામ, કોઈપણ પ્રકારની મહેનત વિના પાતળા થવા લાગશો


પહેલા થયેલી ભૂલ અને નિષ્ફળતાઓમાંથી શીખ લઈને જ્યારે જીવનમાં આગળ વધવામાં આવે છે તો સફળતા ચોક્કસથી મળે છે. ભૂતકાળને ભૂલીને જ આગળ વધો તો નવા અવસર અને નવું દ્રષ્ટિકોણ મળે છે. વર્ષ 2025 પણ તમને પોતાના જીવનની નવી કહાની લખવાની તક આપે છે. નવું વર્ષ પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવવા માટેની તક છે. આ વર્ષમાં તમે એ બધું જ પ્રાપ્ત કરી શકો છો જેની તમે કલ્પના કરી હોય. બસ જરૂરી છે કે તમે ભૂતકાળની ભૂલોમાંથી શીખ મેળવી અને આગળ વધતા રહો. 


આ પણ વાંચો: Anti Ageing tips: 40 વર્ષે પણ 25 જેવા દેખાશો, અપનાવો રુટીન, એજીંગ ઈફેક્ટ થઈ જશે સ્લો


નવા વર્ષની શરૂઆતમાં આજે તમને કેટલાક મહાન લોકોના પ્રેરણાદાયક વિચારો વિશે જણાવીએ. આ વિચારો તમારા માટે પણ માર્ગદર્શક બની શકે છે. કેટલાક મહાપુરુષોએ આ પ્રેરણાત્મક વાતો કરી છે. જે વ્યક્તિની અંદર રસકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસને વધારે છે. આ પ્રેરણાદાયી વિચારો તમે તમારા મિત્રો અને પ્રિયજનો સાથે પણ શેર કરી શકો છો. આ વિચાર કોઈનું જીવન બદલી શકે છે. 


આ પણ વાંચો: સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત


1. પોતાના જીવનને પોતે જ બદલવું પડે છે બીજાની રાહ ન જુઓ - સ્વામી વિવેકાનંદ 


2. મહેનત કરવાથી દરીદ્રતા રહેતી નથી, ધર્મ કરવાથી પાપ રહેતું નથી, મૌન રહેવાથી કલેશ રહેતો નથી - આચાર્ય ચાણક્ય 


3. એક સમયે એક કામ કરો અને એ કામ કરતી વખતે પોતાની પૂરી આત્મા એ કામમાં લગાવો અને બધું જ ભૂલી જાવ - સ્વામી વિવેકાનંદ 


4. પથ્થરના સ્તંભ જેવા જીવનમાં ક્યારેય ન જુકનાર અહંકાર આત્માને નરક તરફ લઈ જાય છે - મહાવીર સ્વામી 


આ પણ વાંચો: ચણાના લોટમાં જીવાત થાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય


5. સફળતા એ જ પ્રાપ્ત કરે છે જે નિરંતર પ્રયત્ન કરે છે - એપીજે અબ્દુલ કલામ 


6. જે વ્યક્તિએ ક્યારેય ભૂલ નથી કરી તેણે જીવનમાં કંઈ જ નવું કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો - આલ્બર્ટ આઈન્સ્ટાઈન 


7. પોતાની વિધ્વતા પર ગર્વ કરવો સૌથી મોટું અજ્ઞાન છે - જેરેમી ટેલર