Kitchen Hacks: ચણાના લોટમાં જીવાત થઈ જાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય
Kitchen Hacks: ચણાના લોટમાં ઘણીવાર જીવાત અને ધનેડા થઈ જાય છે. ચણાના લોટને ખરાબ થતા બચાવવો હોય તો તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો છો. આ ટીપ્સ ફોલો કરશો તો ચણાનો લોટ મહિનાઓ સુધી ખરાબ નહીં થાય.
Trending Photos
Kitchen Hacks: વાતાવરણમાં ફેરફાર થાય તો ઘણી વખત ખાવા પીવાની વસ્તુમાં જીવાત થઈ જાય છે. જેના કારણે વસ્તુને ફેંકવી પડે છે. સૌથી વધુ ચણાના લોટમાં જીવાત થઈ જતી હોય છે. ડબ્બામાં થોડો પણ ભેજ લાગે તો તેમાં ધનેડા, જીવજંતુ થવા લાગે છે. લોટ ખરાબ ન થાય તે માટે લોકો તેને ફ્રિજમાં સ્ટોર કરે છે. પરંતુ તો તમારે લોટને ફ્રિજમાં સ્ટોર ન કરવો હોય તો બહાર પણ તેને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો. કેટલીક સરળ ટિપ્સ ફોલો કરશો તો ચણાના લોટમાં ક્યારેય જીવાત નહીં થાય.
ચણાના લોટને સ્ટોર કરવાની ટીપ્સ
લવિંગ રાખો
ચણાના લોટના ડબ્બામાં થોડા લવિંગ રાખી દેવા. લવિંગ રાખવાથી લોટમાં ધનેડા કે અન્ય જીવાત થશે નહીં અને લોટનો સ્વાદ પણ ખરાબ નહીં થાય.
લીમડાના પાન
ચણાના લોટના ડબ્બામાં કડવા લીમડાના પાનને સાફ કરીને રાખી શકાય છે. લીમડાના પાનની સુગંધથી પણ ચણાના લોટમાં જીવાત નહીં થાય.
હિંગ
હિંગની મદદથી પણ ચણાના લોટને ધનેડાથી બચાવી શકાય છે. તેના માટે હિંગની પોટલી બનાવી લેવી અથવા તો હિંગના ટુકડા ચણાના લોટના ડબ્બામાં રાખી દેવા. હિંગની તીવ્ર સુગંધથી ચણાના લોટમાં મહિનાઓ સુધી જંતુ નહીં પડે.
એર ટાઈટ કન્ટેનર
ચણાના લોટને હંમેશા એર ટાઈટ કન્ટેનરમાં અથવા તો કાચના ડબ્બામાં સ્ટોર કરો. ચણાના લોટને કાચના ડબ્બામાં સ્ટોર કરશો તો તેમાં ભેજ નહીં લાગે અને જીવજંતુ પણ નહીં પડે.
તડકામાં સૂકવો
ચણાનો લોટ લાવો ત્યારે તેને સારી રીતે તડકામાં સૂકવી લેવો. ચણાના લોટને તડકામાં રાખવાથી તેની અંદરનો ભેજ નીકળી જશે અને પછી તેને સ્ટોર કરશો તો ચણાનો લોટ મહિલાઓ સુધી ખરાબ નહીં થાય.
જો તમે એક સાથે વધારે ચણાનો લોટ લઈને રાખતા હોય તો તેને નાની નાની એર ટાઈટ બેગમાં પેક કરો. ત્યાર પછી જરૂર અનુસાર એક એક બેગમાંથી લોટનો ઉપયોગ કરો. આ રીતે ચણાનો લોટ ફ્રેશ રહેશે અને ખરાબ પણ નહીં થાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે