National Parks:ગુજરાતી છો અને આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ડુબી મરો... માર્ચ 2024 સુધીનો સમય છે તમારી પાસે
National Parks In Gujarat: ગુજરાતમાં પ્રખ્યાત નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ આવેલી છે. જેની મુલાકાત લેવા દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો ગુજરાત આવે છે. જો તમે ગુજરાતમાં રહીને પણ આ પાંચ જગ્યાઓની મુલાકાત નથી લીધી તો તમારા જીવતરમાં ધૂળ પડી.
National Parks In Gujarat: જો તમે નેચર અને વાઇલ્ડ લાઇફ લવર છો તો ગુજરાતમાં ફરવા માટે તમારા માટે ઘણું બધું છે. અહીં તમે વાઈલ્ડ લાઈફ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણી શકો છો. ગુજરાતમાં પ્રખ્યાત નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ આવેલી છે. જેની મુલાકાત લેવા દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો ગુજરાત આવે છે. જો તમે ગુજરાતમાં રહીને પણ આ પાંચ જગ્યાઓની મુલાકાત નથી લીધી તો તમારા જીવતરમાં ધૂળ પડી.
ગીર નેશનલ પાર્ક
ગુજરાતમાં તાલાળા ગીર પાસે ગીર નેશનલ પાર્ક આવેલું છે જે એશિયારી સિંહો નું ઘર છે. અહીં સિંહની સાથે હરણ, જંગલી હરણ, નીલગાય, દીપડા અને હજારો પક્ષીઓ જોવા મળે છે. આ જગ્યાની મુલાકાત લેવાનો સૌથી સારો સમય નવેમ્બરથી માર્ચ મહિનાનો છે.
આ પણ વાંચો: આ છે એવા દેશ જ્યાં હનીમૂન પ્લાન કરવું પડશે સસ્તુ, ઓછા ખર્ચે થશે વિદેશ પ્રવાસ
મરીન નેશનલ પાર્ક
કચ્છની ખાડીમાં આવેલું દેશનું પહેલું મરીન નેશનલ પાર્ક તેની સુંદરતા અને વિવિધ પ્રકારનો સમુદ્રી જીવો માટે જાણીતું છે. ગુજરાતની ફરવા લાયક જગ્યાઓમાંથી એક જગ્યા આ પણ છે. અહીં ફરવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી જૂન મહિનાનો છે
વેળાવદર બ્લેકબગ નેશનલ પાર્ક
નામથી જ સમજી શકાય છે કે આ પાર્ક કાળિયાર હરણનું ઘર છે. અહીં તમને સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝુંડ જોવા મળશે. કાળિયાર સિવાય અહીં અન્ય પ્રજાતિઓ પણ વસે છે જેમાં નીલગાય, શિયાળ, જંગલી બિલાડી અને ગીધનો પણ સમાવેશ થાય છે. આ નેશનલ પાર્કમાં 120 જેટલા પક્ષીઓ પણ વસે છે જેમાં રાજહંસ, પેલિકન અને સારસનો સમાવેશ પણ થાય છે. આ જગ્યા પર જવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ મહિનાનો છે.
આ પણ વાંચો: ગુજરાતનું 'મીની કાશ્મીર' છે આ જગ્યા, હનીમૂન પ્લાન કરતા કપલ્સ માટે બેસ્ટ ઓપ્શન
જાંબુઘોડા વાઇલ્ડ સેન્ચ્યુરી
ગુજરાતમાં ફરવાનું નક્કી કરો તો આ નેશનલ પાર્કની મુલાકાત અવશ્ય લેવી. ગીચ જંગલ અને લીલાછમ ડુંગરથી ઘેરાયેલું આ નેશનલ પાર્ક વિવિધ પ્રાણીઓનું ઘર છે. ખાસ કરીને દીપડા, શિયાળ, વરુ, રીંછ વગેરે પ્રાણીઓ અહીં વસવાટ કરે છે. સાથે જ તમને અહીં નીલગાય ચારસિંગા કાળિયાર પણ મોટી સંખ્યામાં જોવા મળશે.