White Hair: સફેદ વાળને કાળા કરીને જ છોડે છે આ બીજની પેસ્ટ, બે રીતે કરી શકો છો ઉપયોગ
White Hair: વાળને સફેદમાંથી કાળા કરવા માટે તમે સરસવના દાણાનો ઉપયોગ કરી શકો છો. સરસવના દાણાના કારણ કે સફેદવાળથી મુક્તિ મળે છે કારણ કે તેનાથી વાળના મૂળમાં પોષણ મળશે. તેનાથી વાળ ખરવા, ડેમેજ વાળ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
White Hair: પ્રદૂષણ, સતત બદલતું વાતાવરણ, અનહેલ્ધી ખોરાક, જીવનશૈલી અને કેમિકલયુક્ત વસ્તુઓના ઉપયોગના કારણે વાળને સૌથી વધુ નુકસાન થાય છે. તેના કારણે વાળ ડ્રાય અને ડલ થઈ જાય છે. જો કે વાળની સૌથી મોટી સમસ્યા છે નાની વયમાં યુવાનોના માથા પર સફેદ વાળ દેખાવા. વાળ સફેદ થવાના કારણે આત્મવિશ્વાસ ઘટી જાય છે અને તેના કારણે તેઓ નાની ઉંમરમાં જ વાળ સફેદ કરવા માટે કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ શરુ કરી દે છે.
જો કે આવી સ્થિતિમાં વાળને સફેદમાંથી કાળા કરવા માટે તમે સરસવના દાણાનો ઉપયોગ કરી શકો છો. સરસવના દાણાના કારણ કે સફેદવાળથી મુક્તિ મળે છે કારણ કે તેનાથી વાળના મૂળમાં પોષણ મળશે. તેનાથી વાળ ખરવા, ડેમેજ વાળ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
આ પણ વાંચો:
Hair Growth: વાળને ઝડપથી કરવા હોય લાંબા તો લગાવો ભૃંગરાજ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
ચપટી હળદર અને કાચુ દૂધ કરશે જાદુ, પાર્લર ગયા વિના ચહેરાની સુંદરતામાં લાગશે ચાર ચાંદ
શું તમે પણ ખીલ દબાવીને ફોડી નાખો છો ? તો જાણો ખીલ ફોડવાથી થતી આડઅસરો વિશે
સરસવના દાણા વાળના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી વસ્તુ છે. સરસવના દાણામાં વિટામીન A હોય છે જે એક પોષક તત્વ છે. આ તત્વ સ્કેલ્પને પોષણ આપી અને વાળમાં કોલેજનને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત સરસવના દાણામાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 અને વિટામીન E જેવા પોષક તત્વો હોય છે. જે વાળને મજબૂત કરવા અને તેનો કાળો રંગ પાછો લાવવાનું કામ કરે છે.
સરસવના દાણાનો ઉપયોગ કેવી રીતે કરવો?
સરસવનું તેલ
સરસવના દાણામાંથી કાઢેલું તેલ વાળના માટે ઔષધી સમાન છે. તેના માટે સૌથી પહેલા તેલ ગરમ કરો અને પછી વાળના મૂળમાં મસાજ કરો. તેનાથી લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે.
હેર માસ્ક તૈયાર કરો
સરસવના દાણાને પીસી અને તેમાંથી પાવડર તૈયાર કરો. એક બાઉલમાં એક ચમચી સરસવનો પાવડર અને એક ઈંડું મિક્સ કરો. હવે તેમાં નારિયેળ અને એરંડીયાનું તેલ મિક્સ કરીને હેર માસ્ક બનાવો અને તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો. 30 મિનિટ પછી વાળને શેમ્પૂ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)