ભારતમાં એકથી એક રહસ્યમયી જગ્યા છે જેના વિશે જાણીને તમે દંગ રહી જાઓ. અહીં આજે અમે તમને એક એવા તળાવ (ઝીલ) વિશે જણાવીશું કે જ્યાં કમ્પાસ લઈ જાઓ તો જાણે તેને પણ દિશાભ્રમ થઈ જાય છે. જેનું રહસ્ય ઉકેલવામાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પણ લાગેલી છે. થોડા વર્ષો પહેલા આ તળાવનું પાણી અચાનક લાલ થઈ ગયું હતું. ત્યારે વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા કે આવું કઈ રીતે થયું. ત્યારબાદ આ રહસ્ય પરથી પડદો ઉચકાયો. આ ઝીલ વિશે આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ છે અને તેના અદભૂત ગુણો વિશે જણાવેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં જે રહસ્યમયી ઝીલ વિશે વાત કરી રહ્યા છે તે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આવેલી છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લોનાર ઝીલ (Lonar Crater Lake) આવેલી છે. તેના રહસ્યોને સમજવા માટે આપણે ઈતિહાસને ઢંઢોળવો પડશે. એવું કહેવાય છે કે 52000 વર્ષ પહેલા 2 મિલિયન ટન વજનનો એક ઉલ્કાપીંડ ધરતી સાથે અથડાયો હતો. તેની ઝડપ 90 હજાર કિલોમીટર પ્રતિ કલાક હતી. જેનાથી પૃથ્વી પર મોટો ખાડો પડી ગયો. આ ખાડો આજે દુનિયાની ત્રીજી સૌથી મોટી કુદરતી ખારા પાણીની ઝીલ તરીકે આપણી સામે છે. શરૂઆતમાં તેને જ્વાળામુખીના એક મોઢા તરીકે જોવામાં આવ્યું પરંતુ ત્યારબાદ પરીક્ષણો થતા ખબર પડી કે આ ઝીલ એક ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાયા બાદ બની છે. 


મુંબઈથી લગભગ 500 કિમી દૂર આવેલી લોનાર ઝીલનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ મળે છે. સ્કંધ પુરાણ અને પદ્મ પુરાણમાં તેના વિશે લખાયેલું છે. કિંવદંતી મુજબ અહીં લોનાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો અને  લોકોને ખુબ હેરાન કરતો હતો. પરંતુ એક દિવસ ભગવાન વિષ્ણુએ તેને ઉચકીને પાતાળ લોકમાં ફેંકી દીધો. ત્યારે આ ખાડો બન્યો. ઈસ 1600ની આજુબાજુ પ્રકાશિત પાંડુલિપી આઈન-એ-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ છે. સાક્ષીઓ જણાવે છે કે આ વિસ્તાર પહેલા મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતો. એવું પણ કહેવાય છે કે અકબર આ તળાવનું પાણી સૂપમાં નાખીને પીતા હતા. 


કમ્પાસ કામ કરતું નથી
સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં કમ્પાસ કામ કરતું નથી. જેમ કે તમે ત્યાં પહોંચશો તો કમ્પાસને દિશાભ્રમ થઈ જાય છે. તે સાચી દિશા બતાવતું નથી. કાં તો કઈંક એવું બનાવશે જે સાચું નથી. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકો લાંબા સમયથી તેનું કારણ શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી રહસ્ય વણઉકેલાયેલું છે. કેટલાક એક્સપર્ટ્સનો દાવો છે કે આકાશથી આવનારા કેટલાક અસામાન્ય વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ઉપકરણો સાથે સંપર્ક કરે છે. જેનાથી કમ્પાસને સમજમાં આવતું નથી. કારણ કે લોનાર ક્રેટર એક ઉલ્કાપિંડ સાથે અથડાઈને બનેલું છે. આથી આ દાવા પર કેટલાક લોકો ભરોસો પણ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube