National Safety Day: આજે છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, જાણો સેફટી દિવસના ઈતિહાસ, મહત્વ અને થીમ વિશે
National Safety Day: શું તમે જાણો છો કે દર વર્ષે 4 માર્ચે ઉજવાતા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ, જાણો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહના ઈતિહાસ અને મહત્વ વિશે..
National Safety Day 2023 : આજે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય અકસ્માતો અટકાવવા માટે લેવામાં આવતા સલામતીનાં પગલાં અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એ સમગ્ર સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવતો એક વિશેષ મોકો છે. આ વર્ષે 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શું તમે જાણો છો કે દર વર્ષે 4 માર્ચે ઉજવાતા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ, જાણો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહનો ઈતિહાસ અને મહત્વ..
રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ
ભારતમાં દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના 4 માર્ચ 1972ના રોજ કરવામાં આવી હતી. નેશનલ સેફ્ટી કાઉન્સિલ અકસ્માતોને રોકવા માટે અમલમાં મુકવામાં આવતા સલામતીનાં પગલાં વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે, દર વર્ષે 4 માર્ચે આપણે સલામતી દિવસની ઉજવણી કરીએ છીએ.
આ પણ વાંચો:
Fear of Corona: કોરોના તો ગયો પણ પાછળ છોડી ગયો તેનો ડર, જુઓ આ વીડિયો
ગલવાનની પિચ પર ભારતીય સૈનાની બેટિંગ, ઝીરો ટેમ્પરેચરમાં ક્રિકેટ રમતા દેખાયા જવાન
સરકારે RBIનું 200 ટન સોનું વિદેશ મોકલ્યું-268 ટન ગીરવે રાખ્યું? જાણો આ દાવાની સચ્ચાઈ
રાષ્ટ્રીય સુરક્ષા દિવસનું મહત્વ
રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે. કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોની સુરક્ષાના મહત્વને ધ્યાનમાં રાખીને સલામતી સપ્તાહની ઉજવણી કરવામા આવે છે. આ દરમિયાન દરેક વિસ્તારના લોકોને સલામતી અને ઔદ્યોગિક અકસ્માતો અને તેનાથી થતા નુકસાનથી કેવી રીતે બચી શકાય તે વિશે જણાવવામાં આવે છે. આ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2023 ની થીમ
દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી માટે એક ખાસ ઝુંબેશ અથવા થીમ બહાર પાડવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2023 ની થીમ 'અમારું લક્ષ્ય-ઝીરો નુકસાન' છે. ગયા વર્ષના રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની થીમ સલામતી સંસ્કૃતિને વિકસાવવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરવાની હતી.
આ પણ વાંચો:
ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ચોગ્ગા છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
રાશિફળ 04 માર્ચ: આ 5 રાશિના જાતકો પર આજે રહેશે શનિદેવની ભરપૂર કૃપા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube