Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે, ટિકિટ માટે થાય પડાપડી
Navaratri 2024: દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળે છે. દર વર્ષે ગુજરાત સહિત ભારતના મોટા શહેરોમાં નવરાત્રીમાં દાંડીયા ઈવેન્ટનું આયોજન થતું હોય છે. નવરાત્રીમાં માતાની ભક્તિ સાથે લોકો ગરબે ઘુમી આનંદ લેતા હોય છે. જો તમે પણ ગરબાના શોખીન છો તો આજે તમને દેશની ટોપ 5 જગ્યા વિશે જણાવીએ જ્યાંની નવરાત્રી ફેમસ છે.
Navaratri 2024: નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે ગુજરાતીઓમાં અલગ જ થનગનાટ હોય છે. લોકો નવરાત્રીમાં નવ દિવસ માતાની આરાધના કરવાની સાથે ગરબે ઘૂમીને આનંદ માણતા હોય છે. આમ તો ગુજરાતની નવરાત્રી વર્લ્ડ ફેમસ છે. નવરાત્રી દરમિયાન કોઈ એવું શહેર કે ગામ નહીં હોય જ્યાં નવરાત્રીમાં ગરબાનું આયોજન ન થતું હોય. દેશભરમાં પણ અનેક શહેરોમાં ગરબા નાઈટનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની સાથે દેશના કેટલાક શહેરોના ગરબા પણ ફેમસ છે. આજે તમને 5 એવી જગ્યા વિશે જણાવીએ જેની દાંડિયા નાઈટ એકવાર માણવા જેવી છે. આ 5 જગ્યાના ગરબા માણવા માટે દર વર્ષે દેશ-વિદેશથી લોકો આવે છે. આ જગ્યાઓની ટિકિટ માટે પડાપડી થતી હોય છે. તો ચાલો તમને પણ જણાવીએ દેશની ફેમસ નવરાત્રી વિશે.
આ પણ વાંચો: White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા
અમદાવાદ, ગુજરાત
ગુજરાતના દરેક શહેરના દાંડિયા પ્રસિદ્ધ છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મોટી મોટી દાંડિયા ઇવેન્ટનું આયોજન થાય છે. જેમાં સૌથી વધારે ફેમસ અમદાવાદના પેસિફિક મોલની ઇન્ડિયા દાંડિયા નાઈટ પ્રખ્યાત છે. અહીંની ટિકિટ નું વેચાણ ઓનલાઈન થાય છે.
વડોદરા ગુજરાત
આ લિસ્ટમાં નામ વડોદરા શહેરમાં આવે છે. વડોદરા શહેર તેના નવરાત્રી ફેસ્ટિવલ માટે દેશભરમાં ફેમસ છે. અહીં પારંપરિક રીતે દાંડિયા રમવામાં આવે છે. અહીંની કેટલીક નવરાત્રી જોવા માટે વિદેશથી લોકો આવે છે. અહીંની નવરાત્રીમાં વિદ્યાર્થીઓ માટે ટિકિટના ભાવ 400 થી 500 હોય છે જ્યારે અન્ય લોકો માટે ટિકિટ 2000 રૂપિયાથી ઉપરની હોય છે.
આ પણ વાંચો: Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
થાણે, મહારાષ્ટ્ર
અહીં દર વર્ષે ઓક્ટ્રોય ગ્રાઉન્ડમાં રાસ રંગ કાર્યક્રમ થાય છે. જે મુંબઈ અને દેશભરમાં દાંડિયા માટે એક ફેમસ જગ્યા છે. અહીંના દાંડિયા જોવા માટે અને અહીં ગરબા રમવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અહીં ટિકિટ નો ભાવ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયાથી વધુ હોય છે.
આ પણ વાંચો: Mustard oil: સ્કિન પર સરસવનું તેલ 100 વાર વિચારીને લગાડજો, ત્વચાને થઈ શકે આવા નુકસાન
દિલ્હી
ગુજરાતના ગરબા દિલ્હી સુધી ફેમસ છે. દિલ્હીમાં પણ રજવાડા પેલેસમાં સૌથી પ્રખ્યાત દાંડિયા નાઈટ સેલિબ્રેટ કરવામાં આવે છે. દિલ્હીની આ જગ્યા 22,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે જેના પર દાંડિયા રમવા માટે જોરદાર વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં ટિકિટ નો ભાવ 600 રૂપિયા પ્રતિ વ્યક્તિ હોય છે.
આ પણ વાંચો: Kankhajura:આ વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે
બેંગલોર
આઈટી સેક્ટરનું હબ બેંગલોર સૌથી ફેમસ દાંડિયા નાઈટ માટે પણ જાણીતું છે. અહીં જેપી નગરમાં દાંડિયા માટેની ખાસ ઇવેન્ટનું આયોજન થાય છે. અહીં જવા માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવી પડે છે. અહીંની ઇવેન્ટની પ્રાઈઝ ખૂબ જ ઓછી છે જે 100 રૂપિયાથી શરૂ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)