Beauty Hacks: ઊલમાંથી ચૂલમાં પડશો... જો સમજ્યા વિના અજમાવશો આવા બ્યુટી હૈક્સ, આ ટ્રેંડને ભુલ પણ ફોલો ન કરતાં
Beauty Hacks: ઇન્ટરનેટ પર આ પ્રકારના નુસખા ઢગલાબંધ મળે છે. પરંતુ તેને અજમાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે આ નુસખા તમારા માટે ફાયદાકારક છે કે નહીં. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.
Beauty Hacks: સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ યુગમાં સુંદર દેખાવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસખા અજમાવે છે. ઇન્ટરનેટ પર આ પ્રકારના નુસખા ઢગલાબંધ મળે છે. પરંતુ તેને અજમાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે આ નુસખા તમારા માટે ફાયદાકારક છે કે નહીં. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક બ્યુટી હૈક્સ વિશે જણાવીએ. ત્વચાના નિષ્ણાંતો પણ જણાવે છે કે આ બ્યુટી હૈક્સ સ્કીન માટે ખરાબ સાબિત થઈ શકે છે. તેથી આંખ બંધ કરી આ ટ્રેંડને ફોલો કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: ગરમીના દિવસોમાં પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી દુર્ગંધને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
ખાંડ અને લીંબુનું સ્ક્રબ
લીંબુ અને ખાંડના મિશ્રણનું સ્ક્રબ ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લીંબુમાં રહેલું એસિડ ત્વચાને ડ્રાય અને બેઝાન બનાવી શકે છે. જ્યારે ખાંડના દાણા ત્વચા પર રૈશિસ કરી શકે છે.
આ પણ વાંચો: મોંઘા પરફ્યુમ છોડો આ સસ્તી વસ્તુઓ વાપરો, પરસેવાની વાસથી મળી જાશે કાયમી છુટકારો
ખીલ ઉપર ટૂથપેસ્ટનો ઉપયોગ
આ સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા લોકો ખીલ મટાડવા માટે તેના પર ટૂથપેસ્ટ લગાડે છે પરંતુ તેનાથી બચાવમાં બળતરા અને રેડનેસ થઈ શકે છે.
મેકઅપ રીમુવ ન કરવું
અનેક લોકોને એવી આદત હોય છે કે તેઓ રાત્રે મેકઅપ રીમુવ કર્યા વિના જ સુઈ જાય છે. આ ભૂલ ભારે પડી શકે છે. મેકઅપ રીમુવ ન કરવું ત્વચા માટે હાનિકારક છે તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે.
આ પણ વાંચો: 1 ચમચી કોફી વાળની સુંદરતામાં ચારગણો વધારો કરશે, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
વેક્સ પહેલા લોશન લગાડવું
ઘણી મહિલાઓ વેક્સિંગ પહેલા સ્કિન પર લોશન લગાડે છે. પરંતુ વેક્સ કરતા પહેલા લોશન લગાડવાથી વાળ વેક્સ પરથી ચીપકતા નથી અને વેક્સિગમાં સમસ્યા થાય છે જેના કારણે ત્વચાને પણ નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો: વાળ ખરતા હોય તો સવારે ચાવીને ખાઈ લો આ દાણા, 1 સપ્તાહમાં ટાલમાં પણ ઉગવા લાગશે વાળ
બરફથી રોજ મસાજ
ઉનાળા દરમિયાન અનેક યુવતીઓ રોજ ચહેરા પર બરફથી મસાજ કરે છે. બરફથી ચહેરા પર મસાજ કરવી ફાયદાકારક છે પરંતુ જો તમે આ કામ નિયમિત કરો છો તો ત્વચાની નસો સંકોચાવા લાગશે.. વધારે પ્રમાણમાં બરફનો ઉપયોગ ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)