Skin Care: ફેશિયલ કરાવવાની નહીં પડે જરૂર, ઘરે લીંબુ અને મીઠાથી ચહેરા પર આવી જશે ચમક
Skin Care: તમે લીંબુ અને મીઠાનો ચહેરા પર ઉપયોગ કરી શકો છો. તેનાથી ચહેરા પર જામેલી ગંદકી અને બ્લેક હેડ્સને પણ દૂર થશે. લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને મીઠામાં રહેલા તત્વો ચહેરા પરથી ડેડ સ્કીન અને બ્લેક હેડ્સને દુર કરે છે. તો ચાલો તમને જણાવીએ કે લીંબુ અને મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો.
Skin Care: ત્વચાની સુંદરતા જાળવા રાખવા માટે લોકો સ્કીન કેર રુટીન ફોલો કરતા હોય છે. તેના માટે સમયાંતરે ફેશિયલ, ક્લીન અપ, શાઈનર પણ કરાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ કરવા માટે સલૂનમાં જવું પડે છે. સાથે જ આ ટ્રીટમેન્ટ પર ખર્ચ પણ વધારે છે. પરંતુ જો તમારે મોંઘા ફેશિયલ કરાવ્યા વિના જ ઘર બેઠા સુંદર અને બેદાગ ત્વચા મેળવવી હોય તો તમે ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો.
તેના માટે તમે લીંબુ અને મીઠાનો ચહેરા પર ઉપયોગ કરી શકો છો. તેનાથી ચહેરા પર જામેલી ગંદકી અને બ્લેક હેડ્સને પણ દૂર થશે. લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને મીઠામાં રહેલા તત્વો ચહેરા પરથી ડેડ સ્કીન અને બ્લેક હેડ્સને દુર કરે છે. તો ચાલો તમને જણાવીએ કે લીંબુ અને મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો.
આ પણ વાંચો:
Hair care: કેળાના આ હેર માસ્ક રુક્ષ વાળને પણ વન વોશમાં બનાવી દેશે શાઈની અને સિલ્કી
ત્વચાની ટેનિંગથી લઈ ડેડ સ્કીન દુર કરશે ટામેટા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
કમર બની ગઈ છે કમરો ? તો હુંફાળા પાણી સાથે આ વસ્તુ પીવાનું કરો શરુ, ઝડપથી ઉતરશે ચરબી
ડેડ સ્કીન દુર કરવા
ચહેરા પર મીઠા અને લીંબુનું મિશ્રણ લગાડવાથી ડેડ સ્કીન દૂર થાય છે. લીંબુમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી એજીંગ ગુણ હોય છે જે ત્વચાની રંગત વધારે છે. ડેડ સ્કિન દૂર કરવા માટે લીંબુના રસમાં મીઠું ઉમેરીને ત્વચા પર તેનાથી મસાજ કરવી જોઈએ.
એક્સ્ટ્રા ઓઇલ દૂર કરવા
ચેહરા પર લીંબુનો ઉપયોગ કરવાથી એક્સ્ટ્રા ઓઇલ દૂર થાય છે. આમ કરવાથી ખીલ, ફોડલી જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ખાસ કરીને જે લોકોની ત્વચા કોયલી હોય તેમણે રોજ પોતાના ચહેરા ઉપર લીંબુ અને મીઠું લગાડવું જોઈએ.
કરચલીઓ દૂર કરવા
ચહેરા પર લીંબુ અને મીઠું લગાડવાથી કરચલીઓથી મુક્તિ મેળવી શકાય છે. લીંબુમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે કરચલીઓને દૂર કરીને ત્વચાની રંગત વધારે છે.
આ રીતે લગાડો ચહેરા પર લીંબુ અને મીઠું
સૌથી પહેલા ચહેરાને પાણીથી સાફ કરો. ત્યારબાદ એક વાટકીમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મીઠું ઉમેરો. બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરો અને આ મિશ્રણને રૂ ની મદદ થી ચહેરા અને ગરદન પણ લગાડો. હળવા હાથે મસાજ કરો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)