Nonstick Cookware: નોન સ્ટિક પેનમાં આ વસ્તુઓ રાંધવાની ભૂલ ન કરશો, નહીં તો ભોજન બની જશે ઝેર!
તમારે નોનસ્ટિક પેનમાં કેટલીક વસ્તુઓ ક્યારેય રાંધવી ન જોઈએ. મોટા ભાગના લોકો નોન-સ્ટીક વાસણોનો આડેધડ ઉપયોગ કરે છે. તેઓ વિચારે છે કે નોન-સ્ટીક પેનમાં રાંધવામાં આવેલો ખોરાક તેમના માટે આરોગ્યપ્રદ રહેશે કારણ કે, તેમાં તેલનો વપરાશ ઓછો થાય છે. પરંતુ નોન-સ્ટીક વાસણોને હાઈ-હીટ પર રાંધવાથી કે પછી થોડુ પણ તૂટી જવાથી તેમાં રસાયણનું ઉત્સર્જન થાય છે. જે, સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. જો તમે પણ નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો છો, તો જાણી લો કે, તેમાં કઈ વસ્તુઓ રાંધવાથી નુકસાન થાય છે.
નવી દિલ્હીઃ તમારે નોનસ્ટિક પેનમાં કેટલીક વસ્તુઓ ક્યારેય રાંધવી ન જોઈએ. મોટા ભાગના લોકો નોન-સ્ટીક વાસણોનો આડેધડ ઉપયોગ કરે છે. તેઓ વિચારે છે કે નોન-સ્ટીક પેનમાં રાંધવામાં આવેલો ખોરાક તેમના માટે આરોગ્યપ્રદ રહેશે કારણ કે, તેમાં તેલનો વપરાશ ઓછો થાય છે. પરંતુ નોન-સ્ટીક વાસણોને હાઈ-હીટ પર રાંધવાથી કે પછી થોડુ પણ તૂટી જવાથી તેમાં રસાયણનું ઉત્સર્જન થાય છે. જે, સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. જો તમે પણ નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો છો, તો જાણી લો કે, તેમાં કઈ વસ્તુઓ રાંધવાથી નુકસાન થાય છે.
મીટ અથવા બર્ગર- નોન-સ્ટીક પેનમાં હાઈ હીટ પર કોઈ વસ્તુ રાંધવી ન જોઈએ. તેના કારણે પેનની કોટિંગ ઓગળે છે અને કોટિંગમાંથી નીકળતો ધુમાડો ટોક્સિક બને છે. જો તમે મીટ કે બર્ગર જેવી વસ્તુ નોનસ્ટીકમાં રાંધો છો, તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. ધીમી રસોઈવાળી વસ્તુઓ- ચટણી, સૂપ, મીટ, ખીર અથવા અન્ય કોઈપણ વસ્તુ કે જે તમારે લાંબા સમય સુધી ધીમી કે હાઈ-હીટ પર રાંધવાની હોય તેને નોન-સ્ટીક પેનમાં રાંધશો નહીં. આવી વસ્તુઓ પેનનાં કોટિંગને અસર કરે છે. ખાદ્યપદાર્થોમાં પેનની કોટિંગ ભળવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. શાકભાજીને સ્ટિર ફ્રાય કરવા- સ્ટિર ફ્રાય શાકભાજી મોટાભાગે તેલ અને મસાલા વગર બનાવવામાં આવે છે, પરંતુ સ્ટિર ફ્રાય શાકભાજી જેને રાંધવામાં સમય લાગે છે અથવા તો જેમાં હીટની વધારે જરૂર હોય તેવા શાકભાજીને નોન-સ્ટીક પેનમાં ન રાંધવા જોઈએ. હાઈ હીટથી નોન-સ્ટીક પેનનાં કોટિંગને અસર થાય છે. અને આ સ્થિતિમાં રાંધેલી વસ્તુઓ પણ ખરાબ થઈ જાય છે. પ્રી-હીટિંગના ગેરફાયદા- મીટ જેવી વસ્તુઓ રાંધવા માટે, તમે પેનને પ્રી-હીટ કરો છો. આમ કરવાથી નોન સ્ટિક પેનમાં રાંધેલી વસ્તુઓ નુકસાનકારક સાબિક થઈ થઈ શકે છે. તમે નોન-સ્ટીક પેન ક્યારે વાપરી શકો છો? એવી ઘણી વાનગીઓ કે જેને રાંધવામાં હાઈ-હીટની જરૂર નથી પડતી. આવી વસ્તુઓને નોન-સ્ટીક તવા પર રાંધી શકો છો. ચીલા અથવા આમલેટ જેવી વસ્તુઓ નોન-સ્ટીક તવા પર સરળતાથી બની જાય છે, જેથી તમે તેનો ઉપયોગ કરી શકો.