કસરત ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ, હાર્ડકોર કસરત Heart Attack અને Strokeનું વધારે છે જોખમ
Hardcore Excessive Exercise Is Deadly: છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે. ઘણા લોકો શરીરને હેલ્ધી રાખવા માટે જીમમાં કસરત કરવા જાય છે. આવા લોકો ઉત્સાહમાં ઘણા લોકો અચાનક વધારે પડતી કસરત કરવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આમ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે.
Hardcore Excessive Exercise Is Deadly: છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે. ઘણા લોકો શરીરને હેલ્ધી રાખવા માટે જીમમાં કસરત કરવા જાય છે. આવા લોકો ઉત્સાહમાં ઘણા લોકો અચાનક વધારે પડતી કસરત કરવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આમ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે. કસરત સાવ ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ સાબિત થઈ શકે છે. આ વાતનું ઉદાહરણ કેટલાક ટીવી સ્ટાર છે જેમના મોતનું કારણ Hardcore Excessive Exercise છે. ટીવી સ્ટાર દિપેશ ભાનને બ્રેઈન હેમરેજ અને સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક અને અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું પણ એટેક વધારે પડતી એક્સરસાઈઝ કર્યા પછી થયો હતો.
આ પણ વાંચો:
આ એક દેશી નુસખાથી ફટાફટ ઓગળશે શરીરની ચરબી, 15 દિવસમાં વજનમાં થવા લાગશે ઘટાડો
Liver Detox: લીવરમાંથી બધો જ કચરો દુર કરશે આ 4 સસ્તા Food, શરીરના રોગ થશે દુર
ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી આ ચૂર્ણ લેવાથી થશે લાભ
વધારે વર્કઆઉટ હાર્ટ એટેક અને બ્રેઈન હેમરેજનું જોખમ વધારે છે
સંશોધન સૂચવે છે કે high intensity exercise કરતા લોકોમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓ વધુ બને છે. આ જ સમયે કેટલાક લોકો તેના કારણે બ્રેઈન હેમરેજનો પણ ભોગ બને છે. પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પણ આ રીતે દરરોજ 3થી 4 કલાક કસરત કરતો હતો. યુએસ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વધુ પડતી કસરત સડન કાર્ડિયાક અરેસ્ટ અથવા સડન કાર્ડિયાક ડેથ અને બ્રેઇન હેમરેજનું જોખમ વધારે છે. આ રીતે થતાં મૃત્યુ પાછળ ઘણા કારણો હોય છે. જેમ કે અભિનેતા દિપેશ ભાનનું મૃત્યુ બ્રેઈન હેમરેજને કારણે થયું હતું. રિપોર્ટ અનુસાર તેણે ખાલી પેટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે સવારે બ્લડ પ્રેશર ઓછું હોય છે અને ખાલી પેટે સુગર પણ નીચે રહે છે. આવી સ્થિતિમાં અચાનક વર્કઆઉટ અથવા શારીરિક શ્રમ આપે તેવી રમત બ્રેઈન હેમરેજનું કારણ બની જાય છે. તેવી જ રીતે જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે અને તેના કારણે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે.
સ્વસ્થ રહેવા માટે 45 મિનિટની કસરત પૂરતી
સ્વસ્થ રહેવા માટે 45 મિનિટથી 1 કલાકની કસરત પૂરતી છે. જો તમે લાંબા સમય સુધી કસરત કરી રહ્યા છો, તો તમારે તે નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવું જોઈએ. જેથી તે સમયાંતરે તમારા પલ્સ રેટ, હૃદયના ધબકારા તેમજ સ્વાસ્થ્યના અન્ય પરિબળો પર ધ્યાન આપતા રહે.
આ પણ વાંચો:
Aloe Vera ખાવાથી શરીરને થાય છે જબરદસ્ત લાભ, દવા વિના દુર થઈ શકે છે ઘણી સમસ્યાઓ
આહ થી આહા.... સ્ટ્રેસ અને થાક દુર કરવા બેસ્ટ છે Salt Bath, શરીરના દુખાવા થશે દુર
ઉપવાસના કારણે થાય છે એસીડીટી અને કબજિયાત ? તો ફોલો કરો આ પાંચ ટીપ્સ
મેરેથોન દોડવીરોએ પણ સતર્ક રહેવું જરૂરી
મેરેથોન દોડવીરો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉચ્ચ-તીવ્રતાની દોડની ઇવેન્ટ્સ પૂરી કર્યા પછી એથ્લેટ્સના લોહીના નમૂનાઓમાં હૃદયને નુકસાન સાથે સંકળાયેલ બાયોમાર્કર્સ મળી આવ્યા હતા. સામાન્ય રીતે આ નુકસાનના સૂચકાંકો તેમની જાતે જ દૂર થઈ જાય છે, પરંતુ આવી કસરતો કરવાથી તમારું હૃદય વારંવાર વધુ પડતા શારીરિક તાણને સહન કરતું રહે છે. આવી સ્થિતિમાં જોખમ તો રહે જ છે.
(Disclaimer: અમારો લેખ ફક્ત માહિતી પ્રદાન કરવા માટે છે. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)