ઈંડા વેજ છે કે નોન વેજ? મળી ગયો છે સાચો જવાબ, વૈજ્ઞાનિક સંશોધનમાં થયો મોટો ખુલાસો
ઈંડાને લઈને લોકોના મનમાં હંમેશા એક સવાલ આવે છે કે ઈંડા વેજ છે કે નોન-વેજ? આજે અમે તમારી મૂંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ. ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ તે વેજ છે કે નોન વેજ તેને લઈને હંમેશા તર્ક-વિતર્કો થતા રહ્યા છે.
નવી દિલ્લીઃ જે લોકો નોન વેજ ખાતા હોય છે તે ખૂબ સરળતાથી ઈંડાનું સેવન કરે છે. ઈંડા ખાવામાં નોન વેજિટેરિયન લોકોને કોઈ પ્રોબ્લેમ હોતો નથી. વેજીટેરિયન લોકોને હંમેશા કન્ફ્યુઝ રહે છે કેટલાક ઈંડા વેજીટેરિયન છે તે નોનવેજ જેથી વેજીટેરિયન લોકો ઈંડા ખાવામાં થોડો સંકોચ અનુભવે છે. કેટલાક લોકો માને છે કે ઈંડું નોન-વેજ છે કારણ કે તે મરઘી આપે છે. શાકાહારી માને છે કે ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે, તેથી તે નોન-વેજ છે. જો કે, કેટલાક લોકો આ દલીલને સ્વીકારતા નથી. વૈજ્ઞાનિકો પણ આ દલીલને ખોટી સાબિત કરે છે. વૈજ્ઞાનીકો કહે છે કે દૂધ પ્રાણીઓમાંથી આવે છે, તો તે શાકાહારી કેવી રીતે કહેવાય?
બજારમાં મળે છે બિનફળદ્રુપ ઇંડાઃ
તમને જણાવી દઈએ કે બજારમાં મળતા તમામ ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઈંડામાંથી બચ્ચાઓ ક્યારેય બહાર આવતા નથી. આ મુજબ ઈંડાને નોન-વેજ માનવું યોગ્ય નથી. આ અંગેનો જવાબ શોધવા વૈજ્ઞાનિકોએ ઈંડા પર થયેલા એક રિસર્ચ કર્યું હતું જે મુજબ ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલી છાલ, બીજી સફેદી અને ત્રીજી ઈંડાની જરદી એટલે કે યોક. યોક એટલે ઈંડાની અંદર આવતો પીળો ભાગ,,, ઈંડાની સફેદીમાં માત્ર પ્રોટીન હોય છે. તેમાં પ્રાણીનો કોઈ ભાગ હોતો નથી.
ઈંડાની જરદીમાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલ હોય છેઃ
જો આપણે ઈંડાની જરદી એટલે કે જરદીની વાત કરીએ તો તેમાં પ્રોટીનની સાથે સારી માત્રામાં કોલેસ્ટ્રોલ અને ફેટ હોય છે. મરઘો અને મરઘીના સંપર્કમાં આવ્યા પછી જ ઇંડા બહાર આવે છે. તેમાં ગેમેટ કોષો હોય છે જે તેમને માંસાહારી બનાવે છે. જ્યારે બજારના ઈંડામાં આવું કંઈ થતું નથી.
મરઘાના સંપર્કમાં આવ્યા વગર મુરઘી આપે છે ઈંડાઃ
તમને જાણીને આશ્ચર્ય થશે કે મરઘી 6 મહિનાની ઉંમર પછી ઇંડા આપવાનું શરૂ કરે છે. તે દર એકથી દોઢ દિવસે ઇંડા મૂકે છે. આ માટે જરૂરી નથી કે તે કોઈ પણ કૂકડાના સંપર્કમાં આવે. મરઘી કૂકડાના સંપર્કમાં આવ્યા વગર પણ ઇંડા મૂકે છે જેને બિનફળદ્રુપ ઇંડા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આમાંથી બચ્ચાઓ ક્યારેય બહાર નીકળી શકતા નથી. તેથી, બજારમાં મળતા ઇંડાને માત્ર શાકાહારી શ્રેણીમાં ગણવામાં આવશે.