નવી દિલ્હીઃ ઘણાં લોકોને ફ્રીજમાં ડુંગળી મુકી રાખવાની આદત હોય છે. કેટલાંક લોકો તો રાત્રે ડુંગળી કાપીને ફ્રીજમાં મુકી દેતા હોય છે. તો ઘણાં લોકો તો વળી બબ્બે દિવસ જુની કાપેલી ડુંગળી ફ્રીજમાંથી કાઢીને ખાય છે. જો તમને આપણ આ પ્રકારની આદત હોય તો અત્યારથી જ ચેતી જજો. કારણકે, આ આદત તમારા માટે મુસીબતનો સબક બની શકે છે. તારી આવી આદત તમને અને તમારા પરિવારને બીમાર બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવાના આમ તો ઘણાં બધા ફાયદા છે. અનેક બીમારીઓમાં આ ડુંગળીનું સેવન ખુબ જ ઉપયોગી નિવડે છે. પણ જો આજ ડુંગળીને તમે ફ્રીજમાં મુકીને રાખશો અને ત્યાર બાદ તેનું સેવન કરશો તો એ અકસીર ઈલાજ સમાન ડુંગળી ત્યાર બાદ એક પ્રકારે ઝેરી બની જશે.


મોટાભાગના લોકો આહારમાં ડુંગળીનો જરૂર ઉપયોગ કરતા હોય છે. એવું પણ કહેવાય છેકે, ડુંગળી એ દુનિયાભરમાં સૌથી વધારે વેચાતુ, વપરાતુ અને ખવાતું શાક છે. ઓનિયન ઈઝ લાર્જેસ્ટ સેલિંગ વેજિટેબલ ઈન ધ વર્લ્ડ. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ વસ્તુ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.


ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી. 


કેમ ફ્રીજમાં ન મુકવી જોઈએ કાપેલી ડુંગળી?
ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગરમ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું.