ખરતાં વાળથી લઈ ટાલની સમસ્યા દુર કરી શકે છે પારિજાતના ફૂલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Hair Care Tips : જો વાળ વધારે ખરતા હોય અને માથામાં ખોડો થઈ ગયો હોય તો પારિજાતના ફૂલની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાડી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે. તો ચાલો તમને જણાવીએ ખરતા વાળને અટકાવતું હેર માસ્ક કેવી રીતે બનાવવું.
Hair Care Tips : થોડા વાળ ખરવા તે સામાન્ય બાબત છે પરંતુ વાળ જ્યારે હદ કરતાં વધારે ખરવા લાગે તો માથામાં ટાલ પડી શકે છે. તેથી જ જ્યારે વાળ ખરવા લાગે ત્યારે જ ખરતા વાળને અટકાવવાના ઉપાયો કરવા જોઈએ. વાળને ખરતા અટકાવવા માટે પારિજાતના ફૂલ મદદ કરી શકે છે. આ ફૂલનો ઉપયોગ કરીને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. કારણ કે આ ફૂલમાં એન્ટી ઇન્ફલેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. તેમાં વિટામીન સહિત એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો:
Skin Care: 40 ની ઉંમરે પણ સ્કીન રાખવી હોય 25 જેવી તો ખાવાનું શરુ કરો આ વસ્તુઓ
ટુંકા વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આ 4 રીતે કરો દહીંનો ઉપયોગ
સ્કીનને Detox કરે છે આ Drinks, પીવાનું શરુ કરવાની સાથે ચહેરા પર દેખાશે રંગત
જો વાળ વધારે ખરતા હોય અને માથામાં ખોડો થઈ ગયો હોય તો પારિજાતના ફૂલની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાડી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે. તો ચાલો તમને જણાવીએ ખરતા વાળને અટકાવતું હેર માસ્ક કેવી રીતે બનાવવું.
આ હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેમાં પારિજાતના ફૂલ પલાળેલી મેથી અને લીમડાના પાન મિક્સ કરી બરાબર પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાડો અને 15 મિનિટ સુધી રાખો. ત્યાર પછી સાફ પાણીથી વાળ ધોઈ લો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વખત માથા પર લગાડવાથી ખરતા વાળ સહિતની સમસ્યાઓ દૂર થાય છે.
તમે પારિજાતના ફૂલના પાણીથી માથું ધોઈ પણ શકો છો તેનાથી પણ ફાયદો થાય છે. તેના માટે માથું ધોવાના પાણીમાં પારિજાતના ફૂલને બે થી ત્રણ કલાક પલાળી રાખો. ત્યાર પછી ફૂલ તેમાંથી કાઢી અને આ પાણીનો ઉપયોગ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)