Home Remedies For Glowing Skin: બીટનો ઉપયોગ તમે પણ સલાડમાં કરતા હશો પરંતુ મોટાભાગે તેની છાલને ફેંકી દેતા હશો. પરંતુ આજ પછી ક્યારેય બીટની છાલને ફેંકવાની ભૂલ ન કરતા. બીટની છાલનો ઉપયોગ કરીને તમે ત્વચાની અને હોઠની સુંદરતા વધારી શકો છો. બીટનો ઉપયોગ પણ ફેસપેકમાં કરી શકાય છે પરંતુ બીટની છાલને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કરવાથી બીટનો ઉપયોગ કર્યા સમાન લાભ થાય છે. તો ચાલો તમને જણાવીએ બીટની છાલનો ઉપયોગ ત્વચા માટે કેવી રીતે કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ રીતે ઘરે બનાવો Turmeric Cleanser, ચહેરા પરના ડાઘ થશે દુર અને વધશે રોનક


Oily Skin માટે બેસ્ટ છે આ હોમમેડ ફેસ સ્ક્રબ, ચહેરા પર લાવે છે Instant Glow


તમારી ફેવરેટ Lipstick નો Shade જાહેર કરે છે તમારી પર્સનાલિટીના સીક્રેટ


બીટની છાલમાંથી બનાવો ફેસપેક


બીટની છાલમાંથી બનેલો ફેસ માસ્ક ચહેરા પર લગાડવાથી ત્વચાનો નિખાર વધે છે. તેના માટે બીટ ની છાલને થોડી કલાક માટે પાણીમાં પલાળી દો. ત્યાર પછી તેને પાણીમાંથી કાઢી અને તેમાં લીંબુ ઉમેરી અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી દસ મિનિટ તેને ચહેરા પર લગાડી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ માસ્ક થી તમારા ચહેરાની ડેડ સ્કિન દૂર થશે.


ગુલાબી હોઠ માટે


જો તમારા હોઠ પણ કાળા પડી ગયા હોય તો તેને ગુલાબી બનાવવા માટે તમે બીટની છાલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બીટની છાલને બરાબર સાફ કરી તેનો એક ટુકડો લઈને હોઠ ઉપર હળવા હાથે મસાજ કરો. તમે તેની પેસ્ટ બનાવીને સ્ક્રબ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તમારા હોટ કુદરતી રીતે ગુલાબી અને સોફ્ટ થશે.


બીટની છાલમાંથી બનાવો ટોનર


ટોનર તરીકે પણ બીટની છાલનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બીટની છાલને સારી રીતે સાફ કરી અને પછી તેને થોડા પાણીમાં ઉકાળો. બીટની છાલનો રંગ પાણીમાં આવી જાય પછી તેને ગાળી અને બોટલમાં ભરી લો. તમે સવારે અને સાંજે આ ટોનરને ત્વચાને સાફ કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો.