તમારી ફેવરેટ Lipstick નો Shade જાહેર કરે છે તમારી પર્સનાલિટીના સીક્રેટ, તમને કયો શેડ પસંદ છે ?

Lipstick Shade: દરેક સ્ત્રીને લિપસ્ટિક લગાવવાનો શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમને ગમતી લિપસ્ટિકનો રંગ તમારા વ્યક્તિત્વના સીક્રેટ ખોલે છે? દરેક સ્ત્રીનું વ્યક્તિત્વ ખાસ હોય છે. આ વ્યક્તિત્વ વિશે તમારી લિપસ્ટિક ખુલાસો કરે છે. તો ચાલો જાણીએ કયો શેડ શું દર્શાવે છે.

લાલ રંગ

1/3

જો તમને લાલ રંગની લિપસ્ટિક ગમે છે તો તે તમારો આત્મવિશ્વાસ દર્શાવે છે. આ રંગ મહત્વાકાંક્ષી સ્વભાવ દર્શાવે છે. આ રંગ પસંદ કરતી સ્ત્રી ખૂબ જ આક્રમક પણ હોય છે. તેઓ પોતાની શક્તિઓ અને નબળાઈઓને સારી રીતે જાણે છે. તમે તમારા પ્રિયજનો પર પૈસા ખર્ચવાનું પસંદ કરો છો.

ન્યૂડ લિપસ્ટિક

2/3

જો તમને ન્યૂડ કલરની લિપસ્ટિક પસંદ છે તો તે બતાવે છે કે તમે ક્લાસિક અને સોફિસ્ટિકેટેડ છો. તમે સ્વભાવમાં થોડા  શરમાળ પણ હોઈ શકો છો. જે તમને ઘમંડી અથવા ખૂબ જ કઠોર દેખાડી શકે છે. પણ આ રંગ પસંદ કરતી સ્ત્રી અંદરથી બહુ નરમ હોય છે. તેઓ ખૂબ જ વ્યવહારુ હોય છે. તમને એવા લોકો વચ્ચે રહેવું ગમે છે જે ખૂબ જ આનંદી સ્વભાવના હોય.

પિંક લિપસ્ટિક 

3/3

જે મહિલાઓને પિંક કલરની લિપસ્ટિક ખૂબ જ પસંદ હોય છે તેઓ ખૂબ જ ઊર્જાવાન હોય છે. તેમનો સ્વભાવ બાળક જેવો હોય છે. તમને પાર્ટી કરવી અને સામાજિક રહેવું ગમે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ખૂબ જ સરળતાથી મિત્રો બનાવે છે. તેઓ જોખમ લેનાર અને સાહસિક હોય છે. તેમને નવા લોકોને મળવાનું, નવી જગ્યાઓએ ફરવાનું અને નવી વસ્તુઓ શીખવાનું ગમે છે.