અમદાવાદ : નવી જવાબદારીઓ, કામનો બોઝ, ડેડલાઇન્સ, ટાર્ગેટ્સ, મીટિંગ્સ અને પર્ફોમન્સ રિવ્યુ ઉપરાંત ઓફીસમાં એક ખાસ વાત હોય છે અને તે છે તમારા સાથી કર્મચારીઓ સાથેનું કનેક્શન. ઓફીસમાં કામ કરનારા સાથી એક સમય બાદ ખુબ જ સારા મિત્ર બની જતા હોય છે. ગોસિપ મુદ્દે સારા મિત્ર-દુશ્મન, ઓફીસની લાઇફમાં બધુ જ ચાલે છે. આ બધા ઉપરાંત ઓફીસમાં બીજુ પણ ઘણુ બધુ ગુપ્ત રીતે ચાલતું રહેતું હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીહાં ભારતમાં સેક્સની ઇચ્છાઓ પુર્ણ કરવા માટે ઓફીસ એક નવું હોટસ્પોટ બનતું જઇ રહ્યું છે. સર્વેમાં માહિતી મળી છે કે મોટા પ્રમાણમાં ભારતીય ઓફીસમાં સેક્સ કરવાની ઇચ્છા ધરાવે છે. મુંબઇની ટાટા ઇંસ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સનાં સમાજશાસ્ત્રી અનાધા સરપોતદારનું પણ કહેવું છે કે હવે ઓફીસમાં ઔપચારિકતાઓ ખતમ થઇ રહી છે અને લોકોની વચ્ચે અંતરંગતા વધતી જઇ રહી છે. 

અનાધા સરપોતદારના અનુસાર ઇન્ટનેટના વધતા ગ્રાહકોનાં કારણે લોકો હવે ઓફીસમાં પોતાની સીમાઓ વિસ્તારી રહ્યા છે. ઓફીસ હવે પ્રાઇવેટ સ્પેસ અને પ્રાઇવેટ સ્પેસ ઓફીસો બનતી જઇ રહી છે. અનાધા સરપોતદારના અનુસાર આજકાલ ઓફીસમાં સેક્સ્યુઅલ હેરેસમેંટ એક ખુબ જ મોટો મુદ્દો બની ચુક્યો છે. પરંતુ શું આપણે ઓફીસમાં બે લોકોની મરજીથી થયેલા સેક્સ અંગે વાત કરીએ છીએ. લોકો આ અંગે શું વિચારે છે ?

એક અગ્રણી અખબાર દ્વારા કરવામાં આવેલા બેડરૂમથી માંડીને વોર્ડરોબ સુધી તેમની સેક્સ લાઇફ અંગે સવાલ પુછ્યા હતા. આ સર્વેથી ભારતીય યુવાનોની શારીરિક વ્યવહારમાં થઇ રહેલા પરિવર્તન અંગેની અનેક બાબતો સામે આવી છે. આ આંકડાઓ દેશનાં તમામ નાના મોટા શહેરો માટે કરવામાં આવ્યા છે. આ સર્વેમાં લોકોને પુછવામાં આવ્યું હતું કે શું તેમણે ક્યારે પણ ઓફીસમાં સેક્સ કરવા અંગે વિચાર્યું છે. જેના જવાબમાં સર્વેમાં રહેલા દરેક 4 વ્યક્તિએ એક વ્યક્તિએ કહ્યું કે હા તે ઓફીસમાં સેક્સ અંગે વિચારે છે. 

લોકોને સવાલ પુછવામાં આવ્યો કે શું તેઓ ઓફીસમાં સેક્સ અંગે વિચારે છે ? લખનઉનાં 48 ટકા લોકોએ તેનો જવાબ હાંમાં આપ્યો હતો. જ્યારે બીજી તરફ ચેન્નાઇ શહેરમાં પણ 42 ટકા લોકોએ આ સવાલનો જવાબ હાંમાં જવાબ આપ્યો. જ્યારે ગુરૂગ્રામમાં 43.7 ટકા લોકોનું પણ આવું જ વિચારવું હતું. 

ગત્ત વર્ષે જ્યારે સર્વેમાં લોકોને પુછવામાં આવ્યું કે શું તેઓ ઓફીસમાં કોઇ સહકર્મચારી સાથે સંબંધ બાંધવો યોગ્ય માને છે તો તેના જવાબમાં માત્ર 44 ટકાએ જ હાનો જવાબ આફ્યો હતો. જ્યારે 56 ટકા લોકોએ તેને નકારી દીધું હતું. 2019ના સર્વેમાં અન્ય સવાલો પણ પુછવામાં આવ્યા હતા. જેમાં 33 ટકા લોકોએ સ્વિકાર્યું કે તેઓ 18 વર્ષ પહેલા જ ફિઝિકલ થઇ ચુક્યા હતા. 

સર્વે પરથી બીજી ચોંકાવનારી માહિતી મળે છે કે, આજે પણ જે લોકો પોતે પોતાની વર્જિનીટી ગુમાવી ચુક્યા છે તેઓ પોતાનાં પાર્ટનરની વર્જીનીટી પર ખુબ જ ભાર આપે છે. આ મુદ્દાને તેઓ ખુબ જ ગંભીરતાથી લે છે. શું તમે ક્યારે પણ પોતાના પાર્ટનર સાથે બેવફાઇ કરવા અંગે વિચાર્યું છે ? આ સવાલનાં જવાબમાં ઇંદોર માં 85 ટકા લોકોએ હાંમાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારા લોકોની સંખ્યા 46.5 ટકા અને ગુરૂગ્રામમાં 42.6 ટકા રહ્યું.