Home Remedies To Clean Sticky Kitchen Containers: દરેક મહિલા માટે તેના ઘરનું રસોડું સૌથી ખાસ હોય છે. દરેક સ્ત્રી પોતાના ઘરના રસોડાનું ખાસ ધ્યાન રાખે છે. અહીં નિયમિત તે સાફ-સફાઈ પણ કરે છે. નિયમિત સાફ-સફાઈ થતી હોવા છતાં પણ રસોડામાં રાખેલા ડબ્બા ચીકણા થવા લાગે છે. પ્લાસ્ટિક હોય, કાચના હોય કે સ્ટીલના દરેક પ્રકારના ડબ્બા ઉપર તેલની પરત લાગી જાય છે. તેની સાફ-સફાઈ કરવામાં આવે તો પણ ડબ્બા ઉપર ચિકાસ દેખાય છે જેના કારણે તે ઝાંખા પડી જાય છે. જો તમારા રસોડામાં રાખેલા ડબ્બા પણ આ રીતે ખરાબ થઈ ગયા છે તો આજે તેને સાફ કરવાનો એક જોરદાર નુસખો જણાવીએ. આ વસ્તુની મદદથી તમે રસોડામાં રાખેલા ડબ્બા સાફ કરશો તો તે નવા હોય તેવા ચમકી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચોખા નવા છે કે જુના આ બે ટીપ્સની મદદથી ઓળખો અસલી બિરિયાની રાઈસ


રસોડાની સિંક વારંવાર થઈ જાય છે બ્લોક? તો કરો આ કામ 10 મિનિટમાં કચરો નીકળી જશે બહાર


તમારા Freezer માં પણ આ રીતે જામી જાય છે બરફ? તો ટીપ્સ તમારા માટે છે કામની

તેલના કારણે ચીકણા લાગતા ડબ્બાને સાફ કરવા માટે ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. તેલના કારણે ચીકણા થયેલા વાસણ સાફ કરવામાં પણ ચાની ભૂકીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ચા બનાવ્યા પછી જે ચા વધે તેનાથી વાસણ અને ડબ્બા સાફ કરવા. આમ કરવાથી તેલના કારણે થયેલી ચીકાશ દૂર થઈ જાય છે.


કેવી રીતે સાફ કરવા ચીકણા ડબ્બા ? 


- સૌથી પહેલા ચા બનાવ્યા પછી જે ચા પત્તી વધી હોય તેને એક તપેલામાં લઈ થોડું પાણી ઉમેરી બરાબર ઉકાળો.


- ત્યાર પછી ગેસ બંધ કરી અને પાણીને ગાળી લેવું. ત્યાર પછી તેમાં બે ચમચી લિક્વિડ ડિશવોશર ઉમેરો. હવે આ પાણીથી તમે તેલવાળા વાસણ કે ડબ્બા સાફ કરશો તો તુરંત જ ચમકી જશે. 


- જો તમારા કાચના વાસણ પણ ઝાંખા પડી ગયા હોય તો આ ચાના ડિશ વોશરની મદદથી તમે તેને ચમકાવી શકો છો. જાનુ પાણી જે તૈયાર કર્યું છે તેનાથી કાચના વાસણ સાફ કરવાથી તે ચમકી જાય છે.