ઓફિસમાં `આ` મુદ્દે ચર્ચા કરવાનું સાબિત થઈ શકે છે ખતરનાક
કામના સ્થળે ઓફિસમાં થોડું સતર્ક રહેવાની જરૂર હોય છે
નવી દિલ્હી : કામના સ્થળે ઓફિસમાં થોડું સતર્ક રહેવાની જરૂર હોય છે. ઓફિસમાં અમુક મુદ્દે ચર્ચા કરવાનું ખતરનાક સાબિત થઈ શકે છે. અહીં તમારું વર્તન નોર્મલ હોવું જોઈએ અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર વાતચીત કરવાથી ઓફિસમાં તમારી નકારાત્મક ઇમેજ બની શકે છે.
કામના સ્થળે ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવાથી બચવું જોઈએ તેમજ કોઈપણ ધર્મની બુરાઈ કરવાથી તેમજ વાદ-વિવાદ કરવાનું ટાળવું જોઈએ. કોઈપણ ધર્મ પર ટિપ્પણી કરતા પહેલાં સારી રીતે વિચારી લેવું જોઈએ. ઓફિસોમાં સામાન્ય રીતે લોકો રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા જોવા મળે છે પણ એ યોગ્ય નથી. આની અસર કામ પર અને તમારી ઇમેજ પર પડે છે.
વર્કપ્લેસ પર પસંદગીના નેતા અને વિપક્ષની બુરાઈ જેવી ચર્ચાઓથી દૂર રહેવું જોઈએ અને આનાથી કામમાં વિક્ષેપ પડે છે. કેટલાક લોકો કામના સ્થળે પર્સનલ લાઇફ પર ચર્ચા કરવા લાગે છે જે યોગ્ય નથી. કામના સ્થળે પર્સનલ લાઇફની ચર્ચાથી દૂર રહેવું જોઈએ.