Glowing Skin Tips: સ્વચ્છ અને ચમકતો ચહેરો હજારોની ભેળ વચ્ચે પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પરંતુ આજના સમયમાં પ્રદૂષણ લાઇફ સ્ટાઇલ અને ફાસ્ટ ફૂડ ના સેવન ના કારણે ત્વચાની રંગત પણ નાની ઉંમરમાં જ ઓછી થવા લાગે છે. ત્યાર પછી સુંદર બનવા માટે લોકો અલગ અલગ બ્યુટી પ્રોડક્ટસ નો ઉપયોગ કરે છે પરંતુ તેમાં રહેલા હાનિકારક કેમિકલ ત્વચા ઉપર ખરાબ અસર પાડે છે. આવી સ્થિતિમાં તમે ચહેરાને ચમકદાર અને બેદાગ બનાવવા માટે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ કોઈપણ પ્રકારની આડઅસર વિના ઝડપથી અસર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્વચા માટે ગુણકારી વસ્તુઓમાં બટેટા સૌથી મોખરે છે. બટેટા તમારી સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. બટેટાની મદદથી તમે ત્વચાની સફાઈ પણ કરી શકો છો અને ડેડ સ્કીન સેલ્સને હટાવી પણ શકો છો. બટેટામાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચા પર દેખાતી કરચલીઓને પણ ઓછી કરવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે સુંદરતા વધારવા માટે બટેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.


આ પણ વાંચો:


સ્થૂળતાના દુશ્મન છે આ લીલા પાન, આ પાનની પેસ્ટની એક ચમચી ઓગાળી દેશે જીદ્ધી ચરબી


Weight Loss: વધેલા પેટને અંદર કરવા આ રીતે ઉપયોગ કરો મધનો, ગણતરીના દિવસોમાં થશો સ્લીમ


અમેરિકાનો મોહ છોડો! ડોલર કમાવા હોય તો ભારતીયો માટે આ 5 દેશ સૌથી બેસ્ટ, ખર્ચો પણ ઓછો


બટેટાનું ફેસપેક


એક નાનકડા બટેટાની છાલ ઉતારી તેને પાણીમાં ઉકાળીને પીસી લો. હવે તેમાં દૂધ અથવા તો દહીં ઉમેરી બરાબર પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાડો. 15 થી 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.


બટેટા નો રસ


એક નાનકડા બટેટાને ખમણીને તેમાંથી રસ કાઢી લો. આ રસને ચહેરા પર રૂની મદદથી લગાડો અને ૧૦ થી ૧૫ મિનિટ રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો તેનાથી ચહેરાનો રંગ સાફ થશે.


બટેટાનું ફેસ માસ્ક


એક બટેટા ને બાફીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેમાં મધ અથવા તો દૂધ મિક્સ કરી માસ્ક બનાવો. ત્યાર પછી તેને 20 થી 25 મિનિટ સુધી ચહેરા પર લગાડો અને પછી ચહેરો ધોઈ લો.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)