Hair Gel: વાળ સિલ્કી અને શાઈની હોય તેવી ઈચ્છા દરેકની હોય છે. વાળને સ્વસ્થ અને મુલાયમ રાખવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે અને કેટલાક લોકો તો મોંઘા બ્યુટી પ્રોડક્ટોનો ઉપયોગ પણ કરે છે. જોકે આવા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વિના તમે ઘરે જ વાળને સિલ્કી અને શાઈની બનાવી શકો છો. વાળને સોફ્ટ અને સિલ્કી બનાવવાનું કામ અળસી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઠંડીની આડઅસરથી બચવા ટ્રાય કરો આમળાના આ ફેસપેક, શિયાળામાં ચહેરો ચમકશે ચાંદ જેવો


અળસીના બીજ પૌષ્ટિક અને બહુ ઉપયોગી છે. તેનો ઉપયોગ તમે સ્વાસ્થ્ય સુધારવા માટે તેમજ વાળની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. અળસીના બીજમાં ઓમેગા 3, ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન સહિતના પોષક તત્વો હોય છે જે વાળને સિલ્કી બનાવે છે અને લાંબા કરે છે. વાળની સુંદરતા વધારવા માટે તમે અળસીમાંથી ઘરે જ હેર જેલ બનાવી શકો છો. આ જેલનો ઉપયોગ કરવાથી વાળને કોઈ નુકસાન નહીં થાય અને તેની સુંદરતા વધી જશે. 


આ પણ વાંચો: Hair Growth: શું ખરેખર વાળના ગ્રોથ માટે ડુંગળીનો રસ અસરકારક છે ? જાણો શું છે સત્ય


હેર જેલ બનાવવાની રીત


બે ચમચી અળસીના બીજને મિક્સરમાં પીસીને તેનો પાવડર કરી લો. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી લો. હવે આ પેસ્ટને એક પેનમાં કાઢીને ધીમી આંચ પર ગરમ કરો. જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી અને હાથની મદદથી વાળમાં લગાડો. 


આ પણ વાંચો: Lip Care: શિયાળામાં પણ હોઠને રુ જેવા સોફ્ટ રાખવા અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય


અળસીના હેર જેલથી થતા ફાયદા


- આ જેલ લગાડવાથી વાળ સિલ્કી અને શાઈની બને છે.


- આ જેલ લગાડવાથી વાળ ઓળવા સરળ થઈ જાય છે.


- અળસી વાળમાંથી ખોડો દૂર કરે છે. 


- વાળ ખરતા અટકે છે અને લાંબા થાય છે.


આ પણ વાંચો: Unhealthy Breakfast: સવારના નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, આ ફૂડ આઈટમ્સ ખરાબ કરશે તબિયત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)