ઝી બ્યૂરો, અમદાવાદઃ કોઈપણ સંબંધોનો પાયો હોય છે વિશ્વાસ. જે સંબંધોમાં વિશ્વાસ ન હોય તે ખોખલા થઈ જાય છે. વચન આપવા કરતા તેને નિભાવવા વધુ મોટી જવાબદારી છે. જો તમે તમારા સંબંધોને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માંગો છો તો પ્રોમિસ ડે(Promise day 2021) તમારા માટે સારો અવસર છે. આ દિવસે જરૂરી છે કે ચાંદ-સિતારા તોડવાના વચનો આપવાના બદલે એવા વચન આપો જે આજની જરૂરિયાત છે. તો આ વર્ષે તમે તમારા પાર્ટનરને આપો ખાસ વચન, જેનાથી તમારો સંબંધ જીવનભર ટકી રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હંમેશા સાચું બોલવાનનું વચન
કોઈ પણ સંબંધ અસત્યના પાયા પર ટકી શકતો નથી. જે સંબંધની શરૂઆત જૂઠાણાથી થઈ હોય તેનું આયુષ્ય લાંબું નથી હોતું. તો આ પ્રોમિસ ડે (Promise day 2021) તમે તમારા પાર્ટનરને વચન આપો કે હંમેશા સાચું બોલશો. એકબીજાથી કોઈ વાત છૂપાવશો નહીં.


એકબીજાને મહત્વ આપવાનું વચન
એ વાતથી કોઈ ફેર નથી પડતો કે તમારા સંબંધો કેટલા જૂના છે. ફેર એ વાતથી પડે છે કે તમારા સંબંધો કેટલા ઉંડા છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારા પાર્ટનરને મહત્વ આપો. તેમની પ્રાથમિકતાઓને સમજો અને પ્રોત્સાહન આપો. એવામાં પ્રૉમિસ ડે (Promise day 2021)પર તમે તમારા પાર્ટનરને મહત્વ આપવાનું વચન આપી શકો છો. સાથે આ વચન તમારી જાતને આપવું પણ એટલું જ જરૂરી છે.


રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...જાણો કેમ ખાસ-ઓ-આમ દરેકની પહેલી પસંદ છે પાન


ભૂતકાળને યાદ ન કરવાનું વચન
ભૂતકાળમાં બનેલી વાતો અનેક વાર સંબંધોને અસર કરતી હોય છે. શાણપણ એમાં જ છે કે, ભૂતકાળને ભૂલીને આગળ વધવામાં આવે. તો આ પ્રોમિસ ડે (Promise day 2021) પર એકબીજાને વચન આપો કે, ભૂતકાળને ભૂલી એકસાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશો.


Valentine Day Special: તમારા સાથી સાથે માણો ભારતના આ સૌથી સસ્તા અને રોમેન્ટિક સ્થળો પર વેલેન્ટાઈનની મજા


લડાઈને ન ખેંચવાનું વચન
લડાઈ-ઝઘડા દરેક સંબંધોમાં થાય છે. ઉતાર-ચડાવ દરેક સંબંધોમાં થાય છે. પરંતુ જો તેના કારણે સંબંધો તૂટવાની કગાર પર આવી જાય તે યોગ્ય નથી. આ પ્રોમિસ ડે (Promise day 2021) પર તમે એકબીજાને વચન આપો કે, નાની-નાની વાતો કે ભૂલને અવગણી એકબીજાના સારા પાસા પર ધ્યાન કેન્દ્રીત કરશે.


ઈમાનદારીથી સંબંધો નિભાવવાનું વચન
કોઈ સંબંધ લાંબા સમય સુધી ત્યારે જ ટકી શકે જ્યારે તે ઈમાનદારીના પાયા પર ટકેલો હોય. લગ્નેતર સંબંધો આજના સમયનું દૂષણ છે ત્યારે આ પ્રોમિસ ડે સાથીને વચન આપો કે, તમે સંબંધો પુરી ઈમાનદારીથી નિભાવશો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube