રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...જાણો કેમ ખાસ-ઓ-આમ દરેકની પહેલી પસંદ છે પાન
ખઈ કે પાન બનારસ વાલા...ખુલ જાયે બંધ અકલ કા તાલા...અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મનું આ ગીત આજે પણ સદાબહાર છે...આ ઉપરાંત અનેક ફિલ્મોમાં પાન ખાતા કેરેક્ટર દર્શાવવામાં આવ્યાં છે. ત્યારે આજે જે અહીં વાત કરવાની છે પાનની...પાનનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પુજા-પાઠ અને ઔષધીથી લઈને ખાણી-પીણીમાં મુકવાસ સુધી પાનની સફર સદીઓ જૂની છે. રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...પ્રાણ જાય પણ પાન ન જાય, કેવી રીતે ભારતીયોને લાગ્યો પાનનો ચસકો એ કહાની પણ જાણવા જેવી છે. ભારતમાં બાસવાડાથી લઈને છેક બનારસ સુધી પાનના શોખીનો પડ્યાં છે. મુગલકાળ હોય કે મરાઠા રાજ હોય ત્યારે પણ પાન હંમેશા વિશેષ સ્થાન પર રહ્યું છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ એક કહેવત છે કે નાર, ચોર અને ચાકર ત્રણ કાચા ભલા, પાન પટેલ અને પ્રધાન ત્રણ પાકા ભલા. પાનનું આજે અનોખું મહત્વ જોવા મળે છે. આજે પાનની લાલી દરેક લોકોને એવી લાગી છે કે ઉતરવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં આજે તમે ગમે ત્યા જાઓ તમને પાનની દુકાન જરૂર જોવા મળશે. લાંબા સમયથી પાન એક એવી વસ્તુ છે જે ભારતીયોને અનોખો સ્વાદ આપી રહ્યું છે. જેને આજદિન સુધી બદલી નથી શકાયું.
રજા-મહારાજાઓના વૈભવી ઠાઠના પ્રતિક સમા પાનનો ઈતિહાસ
પાનનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પુજા-પાઠ અને ઔષધીથી લઈને ખાણી-પીણીમાં મુકવાસ સુધી પાનની સફર સદીઓ જૂની છે. રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...કેટલાક લોકો કંઈક ખાધા બાદ પાન ખાય છે. તો કેટલાક લોકો માત્ર સ્વાદ માટે પાન ખાય છે. કેટલાક લોકો પાનને દવારૂપે ખાય છે. તો કેટલાક લોકો પાનનો પૂજામાં ઉપયોગ કરે છે. સદીઓથી પાન લોકોની અલગ અલગ જરૂરિયાતો પુરી કરતા આવ્યા છે.એટલે જ પાનનું સ્થાન આજે પણ કોઈ નથી લઈ શક્યું. ભારતમાં બાસવાડાથી લઈને છેક બનારસ સુધી પાનના શોખીનો પડ્યાં છે. મુગલકાળ હોય કે મરાઠા રાજ હોય ત્યારે પણ પાન હંમેશા વિશેષ સ્થાન પર રહ્યું છે. રાજા-મહારાજાઓના વૈભવી ઠાઠનું પ્રતીક ગણાય છે પાન.
ભગવાન શિવ અને માતા પાર્વતીએ પાનની કરી શરૂઆત
પાનની શરૂઆત આજકાલથી નહીં પણ હજારો વર્ષો પહેલા થઈ હતી. માન્યતાઓ મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીએ પાનનું પહેલું બીજ રોપ્યું હતું. હિમાલયના એક પહાડ પર તેમણે પાનનું બીજ વાવ્યું હતું. ત્યારથી પાનની શરૂઆત થઈ હતી. અને પાનના પાદડાને પવિત્ર માવવામાં આવતું હતું. જેથી તેનો ઉપયોગ પૂજા અને અન્ય શુભ કામોમાં થતું હતું. આમ, ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...
રામાયણમાં પણ છે પાનના વિશેષ પ્રસંગનો ઉલ્લેખ
અતિતમાં ડોકિયું કરીએ તો છેક, રામાયણ અને મહાભારતમાં પણ પાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામાયણ અને મહાભારતમાં પાનને માળા અને પૂજાની સામગ્રી તરીકે ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે. અશોક વાટિકામાં ભગવાન રામનો સંદેશ હનુમાનજી જ્યારે માતા સીતાને આપે છે. ત્યારે બીજુ કાંઈ ન મળતા પાંદળાનો હાર બનાવી માતા સિતા હનુમાનને ભેટમાં આપે છે. ત્યારેથી ભગવાનને પાન અર્પણ કરવાની પ્રથા શરૂ થઈ હોવાની માન્યતા છે.
મહાભારતમાં અર્જૂન સાથે જોડાયેલી છે પાનની કથા
મહાભારતમાં યુદ્ધ જીત્યા બાદ યજ્ઞ શરૂ કરવાનો હતો જેના માટે પાનની જરૂર હતી પણ ક્યાંય પણ પાન ન મળતા અર્જુન નાગલોકની રાણીઓ પાસેથી માગીને પાન લાવ્યો હતો. જેથી તેને નાગરવેલ કહેવાય છે.
મુગલ કાળમાં પાનને મળ્યો નવો અવતાર
ભારતમાં જ્યારે મુગલોનું રાજ હતું ત્યારે પાનને નવો અવતાર મળ્યો.જે આજે પણ જોવા મળે છે.પાનમાં એલાયચી,ચુનો સહિતની વસ્તુઓ નાખવાની મુગલોએ શરૂઆત કરી હતી.અને રજવાડાઓના દરબારમાં સૌ કોઈની પસંદગી માત્ર પાન જ હતું.ત્યારે મુગલો માત્ર પોતાના પસંદગીના લોકો અને મિત્રોને જ પાન આપતા હતા.પરંતુ સમયની સાથે પાનની માગ વધતી ગઈ.એટલે જ મોહાબના લોકો પાસેથી કરના બદલે મુગલો પાન લેતા હતા.જે પાનના પાંદડાનું મહત્વ દર્શાવે છે.
પાનથી થઈ હતી મેક-અપની શરૂઆત
સમયની સાથે પાનના ઉપયોગ બદલાતા ગયા. ન માત્ર ખાવા પણ પાન મોઢા પર લગાવવાની વસ્તુ બની ગઈ..પાન ખાવાથી પુરુષોના હોઠ લાલ રહેતા હતા.જેના પરથી નૂરજહાંને વિચાર આવ્યો પાનનો મેક-અપ માટે ઉપયોગ કરવાનો.જેથી નૂરજહાંએ પાનને હોઠ પર લગાવાનું શરૂ કર્યું.જેને બીજી મહિલાઓએ પણ અપનાવ્યો. આજે પાને અલગ જ સ્વરૂપ લઈ લીધું છે.
આર્યુવેદ સાથે પણ છે પાનનો જુનો નાતો
આર્યુવેદમાં પાનનો ઉપયોગ એક ઐષધિના રૂપમાં થાય છે.ભગવાન ધનવંતરી આર્યુવેદિક તજજ્ઞો સાથે મળી પાનન સૌથી પહેલા ઉંદર પર ઉપયોગ કર્યો હતો.જેમાં સુરક્ષીત સાબિત થતા પાનનો માણસોએ ઉપયોગ શરૂ કર્યો.પાન ખાવાથી પાચનશક્તિ મજબુત બને છે.એટલું જ નહીં પણ પાન ખાવાથી અવાજ સારો રહે છે, મોઢામાંથી વાસ નથી આવતી અને જીભ પણ સારી રહે છે.એટલે લાંબા સમય સુધી પાન આર્યવેદમાં દવા તરીકે ઉપયોગમાં લેવાતું હતું.
બનારસી, કલકત્તી, કપુરી અને બાંગ્લા પાનની મજા
આજે હરકોઈ પાનને મોજથી ખાય છે.જેમાં બનારસી, સાદુ,મીઠું, ચોકલેટ, ફાયર પાન, મીઠી, કલકતી સહિતના અસંખ્ય પ્રકાર પાનના જોવા મળે છે.દરેક સ્થળે મળતા પાનના સ્વાગ અલગ અલગ હોય છે.પરંતુ આસ્થાથી લઈ લાઈફસ્ટાઈ સુધી પાનનો મહત્વ ખાસ જોવા મળે છે.લોકો શોખથી પાનનું સેવન કરે છે અને આગળ પર કરતા રહેશે.
Trending Photos