Home Remedies to Get Rid of Mosquitoes: જો તમને પણ મચ્છરોના કારણે સાંજના સમયે બાલ્કનીમાં બેસીને ચા પીવામાં તકલીફ પડતી હોય તો ટેન્શન છોડીને અપનાવો આ ઘરેલું ઉપાય. હા, ઉનાળો શરૂ થતાં જ મચ્છરોનો આતંક પણ વધવા લાગે છે, જેના કારણે ડેન્ગ્યુ જેવી અનેક બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે આ અસરકારક ઘરેલું ઉપાયોની મદદ લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મચ્છરથી છુટકારો મેળવવાના ઘરેલૂ ઉપાય


લસણ
લસણની મદદથી પણ તમે આસપાસરહેલા મચ્છરોને સરળતાથી ભગાડી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે લસણની બે-ત્રણ કડીને ખાંડી 1 ગ્લાસ પાણીમાં ઉકાળવાની છે. ત્યારબાદ પાણીને ઠંડુ કરી એક સ્પ્રે બોટલમાં ભરીને રાખો. સાંજે લસણના આ પાણીનો સ્પ્રે ઘરમાં કરો. 


સાયોબીન તેલ
સોયાબીન તેલની મદદથી મચ્છરોને પણ સરળતાથી ભગાડી શકાય છે. આ ઉપાય કરવા માટે 5 થી 7 કોટન બોલ લો અને તેમાં સોયાબીન તેલ લગાવો. આ પછી, આ કોટન બોલ્સને ઘરના દરેક ખૂણામાં રાખો, જ્યાં તમને લાગે છે કે ઘણા મચ્છર આવે છે.


આ પણ વાંચોઃ પાણીમાં આ વસ્તુ ઉમેરી લગાડો વાળ પર, Frizzy Hair ની ફરિયાદ થઈ જશે દુર, વાળ થશે silky


કપૂર
મચ્છર ભગાડવા માટે સુતા પહેલા રૂમમાં આશરે 15-20 મિનિટ માટે કપૂર સળગાવીને રાખો દો. આમ કરવાથી મચ્છર જલદી ભાગી જશે.


કોફી સ્પ્રે
મચ્છરોને ભગાડવા માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરી તેમાં એક ચમચી કોફી મિક્સ કરી દો. ઘર પર કરવામાં આવેલ કોફી સ્પ્રે તમને થોડીવારમાં મચ્છરોથી છુટકારો અપાવશે. 


ફુદિના ઓયલ
ઘણા લોકો જાણે છે કે મચ્છરોને ફુદિનાની ખુશબુ પસંદ આવતી નથી. તેવામાં મચ્છરોને ભગાડવા માટે ફુદિનાના તેલને ઘરમાં સ્પ્રે કરો. આ સિવાય તમે ફુદિનાના પાંડને ઘરના અલગ-અલગ ખુણામાં રાખી મચ્છરથી છુટકારો મેળવી શકો છો. 


આ પણ વાંચોઃ ભારતના આ સ્થળ સામે સ્વિત્ઝરલેન્ડ પણ લાગશે ફિક્કું, પણ ભારતીયો માટે નો એન્ટ્રી


લીંબળાનું તેલ
મચ્છરને ભગાડવા માટે તમે લીંબડાના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે લીંબડાનું તેલ શરીર પર લગાવી ખુદને મચ્છરોથી સુરક્ષિત કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube