Quotes of Garuda Purana About Dead Person: શ્રીમદ ભાગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે જે પણ જીવે દુનિયામાં જન્મ લીધો છે તેનો અંત પણ એક દિવસ નિશ્ચિત છે. તેનાથી કોઈ બચી શકશે નહીં. મનુષ્ય પણ તેમાંથી બાકાત નથી. ઈચ્છા ન હોવા છતાં લોકોએ પોતાના પ્રિયજનોના મોત પર તેમને અંતિમ વિદાય આપવી પડે છે. અનેક લોકો પોતાના મૃત્યુ પામેલા પ્રિયજનોની નિશાની તરીકે તેમની કોઈ ચીજ પોતાની પાસે રાખી લેતા હોય છે. શું આમ કરવું યોગ્ય છે, ગરુણ પુરાણમાં આ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ મુજબ કોઈ વ્યકિતનું મોત થતા લોકોએ તેમની 3 ચીજોને ભૂલેચૂકે પોતાની પાસે ન રાખવી જોઈએ. આમ કરવાથી જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ 3 વસ્તુઓ કઈ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક વ્યક્તિની કઈ ચીજોનો ન કરવો જોઈએ ઉપયોગ


ઘડિયાળનો ઉપયોગ ન કરવો
ગરુડ પુરાણ મુજબ પરિવારના લોકોએ મૃત વ્યક્તિની ઘડિયાળને ક્યારેય પહેરવી જોઈએ નહીં. અસલમાં આ ઘડિયાળ મૃત વ્યક્તિના સારા ખરાબ સમયની સાક્ષી હોય છે. આવામાં આ ઘડિયાળને પહેરનારી વ્યક્તિમાં બંને પ્રકારની ઉર્જા આવી શકે છે. આ ઉર્જા તેને સપનામાં પણ પરેશાન કરી શકે છે. 


મૃત વ્યક્તિના કપડાં ન પહેરવા
પુરાણોમાં કહેવાયું છે કે વ્યક્તિના મૃત્યુ બાદ ઘરના લોકોએ તે મૃતકના કપડાં પહેરવા જોઈએ નહીં. જો કપડાં પહેરવામાં આવે તો તે વ્યક્તિના આત્માને પણ પોતાના પ્રિયજનની યાદ સતાવવા લાગે છે અને તે આસપાસ મંડરાવવા લાગે છે. જેનાથી બાકી લોકોનું જીવન કષ્ટમય બની જાય છે. 


મૃતકના દાગીના
કોઈ પણ વ્યક્તિના દાગીના પહેરવા ખુબ ગમતા હોય છે. જો કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ભૂલેચૂકે તેના દાગીના પરિવારના અન્ય લોકોએ પહેરવા જોઈએ નહીં. આમ કરવાથી મૃત વ્યક્તિનો આત્મા પાછો ફરી શકે છે. જેના  કારણ પરિવારના લોકોની માનસિક શાંતિ ભંગ  થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)