Top 5 Tourist Places of Rajasthan: ભારતમાં આમ તો પ્રવાસ  ઘણી સારી સારી જગ્યાઓ છે પરંતુ એક રાજ્ય એવુ છે જે પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસના કારણે ખુબ જ પ્રખ્યા છે. કલ્ચરલ કેપિટલ ઑફ ઈન્ડિયા કહેવાતુ એક માત્ર રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનો શાહી ઈતિહાસની સાથે સાથે રંગ બેરંગી કલચરથી કોઈને પણ પ્રેમ થઈ જાય છે. (Rajasthan tourism) રાજસ્થાનમાં મોટા મહેલની વાત હોય કે પછી ઊંટ સફારી કે પછી ડાલ બાટી ચૂરમા કે પછી રૉયલ ડેસ્ટિનેશન વેડિંગની વાત હોય. રાજસ્થાન જવુ સૌ કોઈ ગમતુ હોય છે. જો તમે હજુ સુધી રાજસ્થાન નથી ગયા તો પ્લાન બનાવી લો.  કારણ કે અમે આપને રાજસ્થાનના એવા પાંચ શહેરની વાત કરીશું જે ખુબ જ લોકપ્રિય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઉન્ટ આબુ (Mount Abu): માઉન્ટ આબુ રાજસ્થાનનું ખુબ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અરાવલીની હરિયાળથી ભરેલા પહાડો વચ્ચે સૌથી ઉંચા પોઈન્ટ માઉન્ટ આબુ આવેલું છે. અહીં મોટા ભાગે લોકો પ્રકૃતિ, હિસ્ટોરિકલ પ્લેસિસ, મંદિરો અને હવામાનની લોકો મજા લેવા આવતા હોય છે. જો તમે માઉન્ટ આબુ જાઓ તો સનસેટ પૉઈન્ટ, ટૉડ રૉક અને ખાસ દિલવાડાના જૈન મંદિર જરૂરથી જજો.


જૈસલમેર (Jaisalmer): જૈસલમેર એક એવુ શહેર છે જ્યાં ગયા વગર આપની રાજસ્થાન યાત્રા અધૂરી રહેશે. આપ જૈસલમેરને પણ આપની લિસ્ટમાં એડ કરી લો. ગોલ્ડન સિટીના નામથી ઓળખાતા જૈસલમેર રણ અને શાનદાર કિલ્લાના કારણે ખુબ પ્રખ્યાત છે. અહીં આપને જૈસલમેરનો કિલ્લો તેમજ સૈમ સેન્ડ ડ્યૂન્સ આપને ખુબ જ પસંદ આવશે.


ઉદયપુર (Udaipur): ઉદયપુર પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જ જાણીતુ એક સુંદર શહેર છે. ઉદયપુરમાં  ઘણા સુંદર લેક્સ હોવાના કારણે તેણે સિટી ઑફ લેક્સ પણ કહેવામાં આવે છે. ઉધયપુરનો લેક પેલેસ, બાગોરની હવેલી અને અન્ય મહેલ જોવા લાયક સ્થળો છે. આપ ઉદયપુર જરૂરથી જઈ શકો છો.


જયપુર (Jaipur): શું તમે જાણો છો કે જયપુરને પિંક સિટી કેમ કહેવામાં આવે છે? જી હા. ગુલાબી રંગથી ભરેલું આ શહેર રાજસ્થાનનું સૌથી મોટુ શહેર છે. અહીં મહેલ અને મંદિરોની સંખ્યા ખુબ જ વધારે છે. જો તમે જયપુર જાઓ તો ત્યાં જલ મહેલ, હવા મહેલ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જંતર મંતર જોવાનું ભૂલશો નહીં.


ચિત્તૌડગઢ (Chittorgarh): ચિત્તોડગઢ ભારતીય ઈતિહાસમાં સૌથી પ્રાચિન શહેરોમાંથી એક છે. આ શહેર મહારાણા પ્રતાપ અને મીરા બાઈ જેવા હિસ્ટોરિકલ ફિગર્સનું જન્મ સ્થાન પણ છે. ચિત્તૌડ ફોર્ટ ખુબ જ લાજવાબ છે. આપ અહીં રાણા કુંભ પેલેસ, રાની પદ્મિની મહેલ અને સાઉન્ડ એન્ડ લાઈટ શો બિલકુલ મિસ ના કરતા.