રાવણે જેનુ હરણ કર્યુ હતું એ અસલી સીતા ન હતા, આ છે રામાયણનું અસલી સત્ય
Ramayan Truth : માતા સીતાની અગ્નિ પરીક્ષાને લઈને બહુ જ ઓછા લોકો જાણે સત્ય હકીકત જાણે છે, અગ્નિ પરીક્ષાને લઈને અનેક કહાનીઓ રચાયેલી છે
Ramayan Truth :પૌરાણિક કથાઓ અનુસાર, પ્રભુ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમના નામથી ઓળખવામાં આવે છે. એક રાજાની જેમ શ્રીરામ માટે હંમેશા પોતાની પ્રજા માટે સમર્પણ સૌથી વધુ મહત્વપૂર્ણ હતુ. આવામાં જ્યારે લાંબા સમય સુધી રાવણના કેદમાં રહ્યા બાદ જ્યારે માતા સીતા પરત આવ્યા, તો તેમણે અગ્નિ પરીક્ષા આપી હતી. જોકે, આ વાતની જાણ લક્ષ્મણને થઈ તો તેઓ શ્રીરામથી નારાજ થયા હતા, અને એટલુ જ નહિ, પોતાના ભાઈને માતા સીતાને અગ્નિ પરીક્ષાથી પસાર થવા માટે વિદ્રોહ કરવાની ધમકી આપી હતી. તેના બાદ શ્રીરામ લક્ષ્મણને જણાવ્યુ હતું કે, હકીકતમાં તેઓ આવુ આ માટે કરી રહ્યાં છે જેથી અસલી સીતાને મેળવી શકે. તો શું તમે જાણો છો કે સીતા માતાને કયા કારણોને કારણે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવુ પડ્યુ હતું.
શુ કહે છે પદ્મ પુરાણ
પદ્મ પુરાણમાં ઉલ્લેખ કરાયા અનુસાર, રામાયણમાં એક નહિ, પરંતુ બે સીતા માતા હતા. પહેલા અસલી હતી, અને બીજા માયાની સીતા હતા. તેની કથા અનુસાર, એકવાર લક્ષ્મજી જ્યારે કંદમૂળ ફળ લેવા માટે વનમાં ગયા હતા, ત્યારે પ્રભુ શ્રીરામે માતા સીતાને કહ્યું કે, હવે હું નર લીલા કરીશ, અને જ્યા સુધી હું રાક્ષસોનું વિનાશ કરીશ ત્યા સુધી તમે અગ્નિનમાં નિવાસ કરજો.
આ પણ વાંચો : ઈતિહાસ રચનાર ઋષિ સુનકનો માત્ર ભારત જ નહિ, પાકિસ્તાન સાથે પણ છે સંબંધ
આવું કહીને ભગવાન રામે માતા સીને અગ્નિ દેવને સોંપી દીધા હતા. તેના બાદ અસલી સીતાને બદલે માયા સીતા પ્રકટ થયા હતા. આ રીતે જ્યારે સીતાજીનું અપહરણ થયુ હતુ, ત્યારે તેઓ માયા સીતા હતા. જ્યારે યુદ્ધ સમાપ્ત થયું અને રાક્ષસોનો વિનાશ થયો ત્યારે ભગવાન શ્રીરામે માતા સીતાને અગ્નિ પરીક્ષા માટે કહ્યું, અને માયા સીતા અગ્નિકુંડમાં સમાઈ ગયા હતા. માતા સીતાના અગ્નિમાં સમાઈ જતા જ અસલી માતા સીતા અગ્નિમાંથી બહાર આવ્યા હતા, અને આ અગ્નિ પરીક્ષાનો આ જ હેતુ હતો.
સીતા માતાના પ્રતિબિંબનું રાવણે કર્યુ હતું
અગ્નિ દેવે સીતા માતાને પોતાના સુરક્ષાચક્રમાં રાખીને કુટિરમાંથી ગાયબ કર્યા હતા. ત્યાં સીતા માતાના પ્રતિબિંબને રાખવમા આવ્યુ હતું. રાવણે અસલમાં સીતા માતાનું નહિ, પરંતું તેમના પ્રતિબિંબનું અપહરણ કર્યુ હતું. તેનો સંકેત એ રીતે મળે છે કે, જ્યારે રાવણે બળપૂર્વક સીતા માતાને પકડીને રથમાં બેસાડ્યા હતા, ત્યારે સીતા માતાના પ્રતિવ્રત ધર્મના અનુસાર, રાવણને બળીને ભસ્મ થઈ જવાનું હતું, પરંતુ આવું ન થયું, કારણ કે, રાવણ દ્વારા અપહરણ કરાયેલી સીતા અસલી નહિ, પરંતું છાયા સીતા હતા.