ઈતિહાસ રચનાર ઋષિ સુનકનો માત્ર ભારત જ નહિ, પાકિસ્તાન સાથે પણ છે સંબંધ

Rishi Sunak Pakistan Connection: ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના બન્યા નવા પ્રધાનમંત્રી... 28 ઓક્ટોબરે લેશે પીએમ પદના શપથ... પીએમ મોદીએ ટ્વીટ કરીને ઋષિ સુનકને પાઠવી શુભેચ્છા....

ઈતિહાસ રચનાર ઋષિ સુનકનો માત્ર ભારત જ નહિ, પાકિસ્તાન સાથે પણ છે સંબંધ

Rishi Sunak : ઋષિ સુનકના બ્રિટનના પહેલા બ્રિટિશ ન હોય તેવા પ્રધાનમંત્રી બન્યા છે. તેઓએ ઈતિહાસ રચ્યો છે. તેમના પ્રધાનમંત્રી બન્યાની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ભારતમાં ખુશી છવાઈ છે. પરંતુ ભારતની સાથે પાકિસ્તાનમાં પણ તેમના વખાણ થઈ રહ્યાં છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ઋષિ સુનકનો નાતો માત્ર ભારત સાથે જ નહિ, પરંતુ પાકિસ્તાન સાથે પણ છે. સુનકના દાદા-દાદી બ્રિટિશ શાસન સમયે જ્યાં રહેતા હતા, તે સ્થળ આજે પાકિસ્તાનમાં છે. ઋષિ સુનકનું પૈતૃક સ્થળ ગુજરાંવાલા આધુનિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે. આમ, તેઓ ભારત અને પાકિસ્તાન બંને સાથે નાતો ધરાવે છે. 

અત્યાર સુધી, ઋષિ સુનકના વંશ વિશે બહુ જ ઓછી માહિતી સામે આવી છે. તથા બ્રિટનમાં રાજકીય ગરમાવા વચ્ચે ભારતીય અને પાકિસ્તાની બંને તેમની સત્તામાં આવવા પર પોતાના વિચાર વ્યક્ત કરે છે. 

ક્વીન લાયનેસ 86 નામના ટ્વીટર હેન્ડલરે ટ્વીટ કર્યું કે, સુનક ગુજરાંવાલાના એક પંજાબી ખત્રી પરિવારના છે. જે હવે પાકિસ્તાનમાં છે. ઋષિના દાદા રામદાસ સુનકે 1935 માં નૈરોબીમાં ક્લાર્કની નોકરી કરવા માટે ગુંજરાવાલા શહેર છોડ્યુ હતું. પરિવારની માહિતી વિશે ક્વીન લાયનેસ 86 ના જણાવ્યા અનુસાર, રામદાસ સુનકના પત્ની સુહાગરાની સુનક 1937 માં કેન્યાની મુસાફરી કરતા પહેલા, પોતાની સાસુ સાથે ગુજરાવાલા પહેલા દિલ્હી ગયા હતા. ઋષિનો જન્મ 1980 માં માઉથેષ્ટનમાં થયો હતો. 
 
જોકે, 42 વર્ષીય સુનક વિશે પાકિસ્તાન દ્વારા અધિકારિક રીતે કોઈ માહિતી આપવામા આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ સરકાર પર આ અંગે દાવો કરવાનું સૂચન આપ્યું છે. શફત શાહે ટ્વીટ કરી કે, મને લાગે છે કે, પાકિસ્તાને પણ ઋષિ સુનક પર દાવો કરવો જોઈએ, કારણ કે તેમના દાદા-દાદી ગુજરાવાલાથી હતા, જેઓ બાદમાં કેન્યા અને ત્યાંથી બ્રિટન જતા રહ્યા હતા. 

ગ્રાન્ડ ફિનાલે નામના ટ્વીટર હેન્ડલ પર લખાયું કે, વાહ, શું જબરદસ્ત ઉપલબ્ધિ છે. એક પાકિસ્તાની હવે બ્રિટનમાં સર્વોચ્ચ પદ પર બિરાજશે. વિશ્વાસ હોય તો બધુ જ શક્ય છે. પરંતુ અન્ય લોકોએ સૂચન આપ્યું કે, પાકિસ્તાન અને ભારતને નવા બ્રિટિશ નેતા પર ગર્વ હોવો જોઈએ. તો યાકુબ બંગાશીએ ટ્વીટ કરી કે, અમેરિકામાં આ આશા સાથે સૂવા જઈ રહ્યો છું કે ગુજરાવાલાનો પંજાબી સવારે બ્રિટનના પ્રધાનમંત્રી બનશે. પાકિસ્તાન અને ભારત બંનેને આ પળે સંયુક્ત રૂપે ગર્વ થવો જોઈએ. 

જુલ્ફીકાર જટ્ટે કહ્યું કે, એવી પણ આશંકાઓ છે કે, બંને દેશ આ દાવાની હોડમા ઉતરી શકે છે કે, સુનક તેમની ધરતી પરના છે. જોકે, ગુજરાવાલા પાકિસ્તાનમાં છે, તેથી જે 100 વર્ષ પહેલા આ શહેરની વ્યક્તિ હતી, તે આજે પણ પાકિસ્તાની છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news