ગુજરાત – મધ્યપ્રદેશ સરકારે ગત વર્ષ 2023ના જૂન મહિનામાં સાગર, દમોહ અને નરસિંહપુર જિલ્લામાં ફેલાયેલા નૌરાદેહી અને દુર્ગાવતી વન્યજીવ અભ્યારણને સયુક્ત રીતે નવીન ટાઇગર રિઝર્વ રૂપે જાહેર કર્યું છે. રાજ્ય સરકારે સંયુક્ત સૂચિત વિસ્તારને વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામ આપ્યું છે, જે રાણી દુર્ગાવતીને સમર્પિત છે. વનવિભાગ દ્વારા ચોમાસા પછી પહેલી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે જંગલમાં ટાઇગર સફારી શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશમાં હાલ 785 વાઘ છે જેના કારણે રાજ્યને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકેનું શીર્ષક મળ્યું છે. ગત વર્ષે જાહેર કરાયેલ વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ રાજ્યનું નવીન ટાઇગર રિઝર્વ છે. આ ટાઇગર રિઝર્વનો કુલ વિસ્તાર આશરે 2,339 ચોરસ કિલોમીટર છે. જેમાં લગભગ 1,414 ચોરસ કિલોમીટરનો કોર ઝોન અને 925 ચોરસ કિલોમીટરનો બફર ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાઈગર રિઝર્વમાં કુલ 15 વાઘ છે. વનવિભાગ દ્વારા અહીં વાઘના સંરક્ષણ અને સંવર્ધન પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. આ ટાઈગર રિઝર્વમાં કુલ પાંચ ગેટ આવેલા છે. જેના નામ બીના વારહા ગેટ, મોહલી ગેટ, ઝાપન ગેટ, ઉનારીખેડા ગેટ અને સિગૌંરગઢ ગેટ છે. જેમાંથી ચાર ગેટ દ્વારા જંગલ સફારીનો આનંદ લઈ શકાય છે.


આ ટાઈગર રિઝર્વમાં ચિત્તા, વરુ, શિયાળ, ભારતીય શિયાળ, પટ્ટાવાળા હાયના અને સ્લોથ રીંછ ઉપરાંત હરણની ઘણી પ્રજાતિઓ સહિત સસ્તન પ્રાણીઓની 18 પ્રજાતિઓ રહે છે. આ ઉપરાંત, આ વિસ્તાર પક્ષીઓની 177 પ્રજાતિઓ, માછલીઓ અને સરિસૃપોની 16 પ્રજાતિઓ અને 10 જાતિના ઉભયજીવીઓનું ઘર છે. 


રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વનવિભાગ અહીં ટાઈગર સફારીનું આયોજન ખુબ જ જલ્દી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ટાઈગર રિઝર્વ રાજ્યના પાટનગરની સૌથી નજીકનું ટાઇગર રિઝર્વ પણ છે. ટૂરિઝમ વિભાગ દ્વારા પણ અહીં પ્રવાસીઓની સુવિધા માટે નવીન પ્રોપર્ટી શરૂ કરવાની યોજના છે. 


વાઘ સહિત અનેક વન્યજીવોનું છે ઘર
આ ટાઈગર રિઝર્વમાં કુલ 15 વાઘના પગચિન્હો નોંધાયા છે. વાઘ સહિત ચિત્તા, વરુ, શિયાળ, ભારતીય શિયાળ, પટ્ટાવાળા હાયના, સ્લોથ રીંછ, હરણની ઘણી પ્રજાતિઓ સહિત સસ્તન પ્રાણીઓની 18 પ્રજાતિઓ રહે છે. 


રાણી દુર્ગાવતીનું અપાયું છે નામ
આ ટાઈગર રિઝર્વને રાણી દુર્ગાવતીનું નામ અપાયું છે. જેમણે મુઘલ સામ્રાજ્ય સામે ગોંડવાનાનો બચાવ કરવા માટે ખાસ યાદ કરવામાં આવે છે.


રાણી દુર્ગાવતી વિશે
રાણી દુર્ગાવતી (5 ઑક્ટોબર 1524 - 24 જૂન 1564) 1550-1564 એડીમાં ગોંડવાનાની રાણી હતી. તેણીએ ગોંડવાના રાજા સંગ્રામ શાહના પુત્ર રાજા દલપત શાહ સાથે લગ્ન કર્યા. તેણીએ 1550 થી 1564 સુધી તેના પુત્ર વીર નારાયણના બાળપણ દરમિયાન ગોંડવાનાના કારોભારી તરીકે સેવા આપી હતી. તેણીને મુઘલ સામ્રાજ્ય સામે ગોંડવાનાનો બચાવ કરવા માટે ખાસ યાદ કરવામાં આવે છે.