Milk For Glowing Skin: મહિલાઓ તેમની ત્વચાને ચમકદાર રાખવા માટે વિવિધ પ્રયાસો કરે છે. તેઓ બજારમાં ઉપલબ્ધ એકથી એક મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ત્વચાનો રંગ સુધારવા માટે ઘરેલું ઉપચાર પર વધુ આધાર રાખે છે. ઘરમાં હાજર ફાયદાકારક વસ્તુઓ તમને લાંબા સમય સુધી ચમક આપી શકે છે અને તેમાં સૌથી સારી વાત એ છે કે એલર્જી કે આડ અસરોનું જોખમ પણ ઘણું ઓછું હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે ઘણી વાર લોકોને ચહેરા પર કાચા દૂધનો ઉપયોગ કરતા જોયા હશે. શું તમે જાણો છો કે કાચા દૂધનો ઉપયોગ ચહેરા પર કેમ થાય છે? હકીકતમાં, દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત, ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચહેરા પર દૂધ લગાવવાથી માત્ર ચહેરો જ ચમકતો નથી, પરંતુ તેના પર જમા થયેલી ગંદકી પણ સાફ થાય છે. ચાલો જાણીએ કે કાચા દૂધને ચહેરા પર લગાવવાથી તમે કેવી રીતે લાભ મેળવી શકો છો?


આ પણ વાંચો:
કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ
સોના-હીરાની જેમ ચમકશે ગુજરાતના ધર્મસ્થાનો, ગુજરાતમાં આજથી મહાસફાઈ અભિયાન
કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત


ચહેરા પર કાચું દૂધ લગાવવાના ફાયદા

1. પિમ્પલ્સ દૂર કરે છે: દૂધ ચહેરો સાફ કરીને ગંદકી દૂર કરે છે. એટલું જ નહીં, તે પિમ્પલ્સનું કારણ બનેલા બેક્ટેરિયાને પણ મારી નાખે છે. કાચા દૂધને ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ મટે છે. તે ખરજવું પણ મટાડી શકે છે.


2. સ્કિન ટોનરનું કામ કરે છે: કાચું દૂધ ત્વચાને ટોન કરવામાં મદદરૂપ છે. કાચા દૂધમાં મધ, હળદર અને દહીં મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકાય છે. કાચા દૂધનો આ ફેસ માસ્ક ત્વચાને નિખારશે..


3. ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે: દૂધમાં બાયોટીન સહિત અનેક મોઈશ્ચરાઈઝીંગ ગુણ હોય છે. તેને ચહેરા પર લગાવવાથી બેજાન, સુકાઈ ગયેલી ત્વચાને સંપૂર્ણ પોષણ મળે છે. તે ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે.
 
4. ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદરૂપ: કાચા દૂધમાં બીટા હાઇડ્રોક્સી એસિડ નામનું એક્સફોલિએટિંગ એજન્ટ હોય છે. તે તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં મદદ કરે છે અને ત્વચાના ડેડ સેલ્સ તેમજ વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સને દૂર કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube