Walnut Scrub: ત્વચાની સફાઈ માટે નિયમિત ફેસવોશ કરો તે પૂરતું નથી. સમયાંતરે ડેડ સ્કીન સેલ્સને દૂર કરવા માટે સ્ક્રબ પણ કરવું જરૂરી છે. આમ તો માર્કેટમાં રેડીમેડ સ્ક્રબ સરળતાથી મળી રહે છે. પરંતુ તમે અખરોટમાંથી ઘરે હોમમેડ સ્ક્રબ બનાવી શકો છો જેમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અનંત-રાધિકાના લખાયા લગ્ન, નીતા અંબાણી, ઈશા અંબાણીનો લુક છે જોવા જેવો, જુઓ photo


અખરોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ઓમેગા 3 ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 ત્વચા ને ચમકદાર બનાવે છે અને મુલાયમ રાખે છે. સાથે જ વોલનટ સ્ક્રબમાં રહેલા પોષક તત્વો સ્કીનને ડીટોક્ષ કરવાનું કામ કરે છે જેનાથી ત્વચાની ડેડ સ્કીન દૂર થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. 


સ્ક્રબ બનાવવા માટે જરૂરી સામગ્રી


આ પણ વાંચો: વજન ઉતારવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, આ ડાયટ ફોલો કરનારનું ઝડપથી ઘટે છે વજન


પાંચથી છ અખરોટની છાલ
આમળા
મધ


અખરોટનું સ્ક્રબ બનાવવાની રીત


આ પણ વાંચો: આ દેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય, અહીં ફરવા જાઓ તો બિંદાસ કરો સેલ્ફ ડ્રાઈવ


સૌથી પહેલા અખરોટની છાલનો પાવડર કરી લો. ત્યાર પછી તેમાં એક ચમચી મધ ઉમેરી સારી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે તેમાં આમળાની પેસ્ટ અથવા તો જ્યુસ ઉમેરો. હવે આ મિશ્રણને એક કાચની બોટલમાં ભરી સ્ટોર કરી લો. આ મિશ્રણનો ઉપયોગ તમે એક મહિના સુધી કરી શકો છો.


સ્ક્રબનો ઉપયોગ કરવાની રીત


આ પણ વાંચો: પતિ-પત્ની માટે આ 14 દિવસો હોય ખાસ, આ દિવસોમાં ટ્રાય કરવાથી 100 ટકા મળશે Good News


સ્ક્રબને ચહેરા પર લગાડતા પહેલા ચહેરાને સાફ કરો અને પછી સ્ક્રબને લગાડી ચહેરા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. પાંચ મિનિટ મસાજ કર્યા પછી સ્ક્રબને ચહેરા પર બે મિનિટ સુધી રાખો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. 


આ સ્ક્રબનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે પરંતુ જે લોકોને અખરોટ, મધ કે આમળાની એલર્જી હોય તેમણે આ સ્ક્રબનો ઉપયોગ ન કરવો. સાથે જ મસાજ કરતી વખતે સ્કિન પર વધારે ભાર ન આપો. હળવા હાથે મસાજ કરવી.


આ પણ વાંચો: 90 કિલોથી 60 કિલોએ ઝડપથી પહોંચવું હોય તો આ 2 ડ્રિંક્સ પીવાની આજથી જ કરી દો શરુઆત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)