White Hair: આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
White Hair: ઘણા લોકોને તો ટીનેજમાં પણ વાળ સફેદ થવા લાગે છે. જ્યારે આવું થાય છે તો બાળકોની સાથે માતા-પિતા પણ પરેશાન થઈ જાય છે. નાની ઉંમરમાં જો વાળ સફેદ થવા લાગે તો સૌથી પહેલા એ જાણવું જોઈએ કે તેનું કારણ શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય. આજે તમને આ અંગે જાણકારી આપીએ.
White Hair: નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તે સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને સતાવતી હોય છે. ઘણા લોકોને તો ટીનેજમાં પણ વાળ સફેદ થવા લાગે છે. જ્યારે આવું થાય છે તો બાળકોની સાથે માતા-પિતા પણ પરેશાન થઈ જાય છે. નાની ઉંમરમાં જો વાળ સફેદ થવા લાગે તો સૌથી પહેલા એ જાણવું જોઈએ કે તેનું કારણ શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય. આજે તમને આ અંગે જાણકારી આપીએ.
નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કારણ
આ પણ વાંચો: કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ જ નહીં ધ્યાન માટે ફેમસ છે ભારતની આ 5 જગ્યાઓ પણ
ઘણા લોકોને આનુવંશિક કારણોને લીધે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. કેટલાક કેસમાં જો રંગ વધારે ગોરો હોય તો પણ 20 વર્ષની ઉંમર પછી વાળ પણ સફેદ થવા લાગે છે. તેનું કારણ આનુવંશિક હોઈ શકે છે. આ સિવાય વાળ સફેદ થવા પાછળ વાળની કેટલીક સમસ્યાઓ અને પ્રદૂષણ પણ જવાબદાર હોય છે. તેના કારણે પણ વાળના મૂળ નબળા પડવા લાગે છે. નાની ઉંમરમાં જો વ્યસન શરૂ થઈ ગયું હોય તો પણ વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાનું સૌથી મોટું કારણ એ છે કે વાળની જરૂરી પોષણ ન મળતું હોય અને સ્ટ્રેસ વધારે રહેતો હોય.
સફેદ વાળનો ગ્રોથ કેવી રીતે અટકાવવો ?
આ પણ વાંચો: મોંઘા બ્યુટી પ્રોડક્ટ પણ કાચા દૂધ સામે પાણી ભરે, આ રીતે લગાડવાથી તુરંત દેખાશે ગ્લો
સફેદ વાળનો ગ્રોથ અટકાવવો હોય તો નાળિયેર તેલને ગરમ કરીને તેનાથી માલિશ કરવી જોઈએ. આ સિવાય નાળિયેર તેલમાં મીઠા લીમડાના પાનને ઉકાળીને ઠંડુ કરી લેવું. પછી આ તેલનો ઉપયોગ કરવાથી પણ સફેદ વાળની સમસ્યા અટકે છે.
કાળા તલ
વાળને કુદરતી રીતે કાળા કરવા હોય તો કાળા તલનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા ગુણ સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. સફેદ વાળની સમસ્યા હોય તો નાળિયેર તેલમાં કાળા તલને ગરમ કરી તેલ ઠંડુ કરી લો. આ તેલને ગાળી અને માથામાં લગાવો. બે કલાક પછી હેર વોશ કરી લો.
આ પણ વાંચો: બાર મહિનાનું અથાણું બનાવ્યું નથી ? તો આ રીતે ઈન્સ્ટન્ટ અચાર બનાવી માણો અથાણાનો સ્વાદ
આ બે તેલનો ઉપયોગ કરવાની સાથે ડાયેટમાં પણ એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે પોષક તત્વોથી ભરપૂર હોય અને વાળને જરૂરી પોષણ પૂરું પાડે. દૈનિક આહારમાં વિટામીન બી, વિટામીન સી અને વિટામીન ઈ થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો. આ ત્રણેય પોષક તત્વો વાળ માટે જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)