Meditation Centres: કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ જ નહીં ધ્યાન માટે ફેમસ છે ભારતની આ 5 જગ્યાઓ પણ

Meditation Centres in India: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરવાની શરૂઆત કરી છે. વડાપ્રધાન એ શીલા પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદજીએ પણ ધ્યાન કર્યું હતું. આ સાથે જ ભારતમાં ધ્યાન માટે પ્રખ્યાત જગ્યાઓ ચર્ચામાં આવી છે. તો ચાલો તમને પણ જણાવીએ ભારતની એવી કઈ કઈ જગ્યાઓ છે જે ધ્યાન અને યોગ માટે ફેમસ છે. 

તુષિતા ધ્યાન કેન્દ્ર, ધર્મશાલા 

1/5
image

ધર્મશાલાના જંગલથી ઘેરાયેલા પર્વતીય વિસ્તારમાં આ ધ્યાન કેન્દ્ર આવેલું છે. અહીં શાંત વાતાવરણમાં સુવિધાઓ સાથે અનુભવી શિક્ષકો લોકોને ધ્યાન કરાવે છે. આ ધ્યાન કેન્દ્રમાં વ્યક્તિને એ દરેક વસ્તુથી દૂર રાખવામાં આવે છે જે દૈનિક જીવનમાં વ્યક્તિને વિચલિત કરતી હોય છે. જેથી લોકો અહીં આંતરિક શાંતિનો અનુભવ કરી શકે. 

ઈશા યોગ કેન્દ્ર, કોઈમ્બતુર 

2/5
image

કોયમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્ર આવેલું છે. આ યોગ કેન્દ્રની શરૂઆત 1992 માં સદગુરુ દ્વારા કરવામાં આવી હતી. આ યોગ કેન્દ્ર આસપાસ જે કુદરતી વાતાવરણ છે તે તેને વધારે ખાસ બનાવે છે. અહીં ધ્યાનલિંગ કરીને જગ્યા છે જ્યાં બેસવાથી અલગ જ શાંતિનો અનુભવ થાય છે.

આર્ટ ઓફ લિવિંગ આશ્રમ, બેંગલુરુ 

3/5
image

બેંગ્લોરના પંચગીરી માં 65 એકરમાં આર્ટ ઓફ લિવિંગ નું આશ્રમ આવેલું છે. જો તમે શહેરની દોડધામ ભરેલી જિંદગીમાંથી થોડા દિવસનો બ્રેક લઈને માનસિક શાંતિ મેળવવા માંગો છો તો આ જગ્યા બેસ્ટ છે. ભારતના ટોપ પાંચ ધ્યાન કેન્દ્રમાંથી આ જગ્યા એક છે. 

ધમ્મા બોધિ, બોધગયા 

4/5
image

જે જગ્યાએ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાં આ ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વિદેશથી પણ ધ્યાન શીખવા આવે છે. અહીં ધ્યાન સંબંધિત કોર્સ દર મહિનાની શરૂઆતમાં અને પછી 16 માં દિવસથી શરૂ થાય છે. 

ધમ્મા ગિરિ, ઇગતપુરી 

5/5
image

મહારાષ્ટ્રના ઇગતપુરીમાં આ જગ્યા આવેલી છે. જેની શરૂઆત 1976 માં થઈ હતી. અહીં બે દિવસથી લઈને દસ દિવસના ધ્યાન કોર્સ ઉપલબ્ધ છે. ધ્યાન કરવા માટે અહીં 400 થી વધારે અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે.