Belly Fat: બહાર નીકળેલું પેટ 20 દિવસમાં અંદર જતું રહેશે... સવારે જાગો એટલે પલંગમાં સુતા સુતા કરી લેવી આ 2 કસરત
Belly Fat: વજન વધવાથી સૌથી પહેલા કમરની આસપાસ ચરબી પણ જમા થવા લાગે છે. એકવાર ચરબી વધી જાય તેમ છતાં જો તમે વર્કઆઉટ નથી કરતાં તો તેનાથી તમારી સમસ્યાઓ વધારે ગંભીર થઈ શકે છે. પરંતુ આજે તમને વજન ઘટાડવાનો સૌથી સરળ રસ્તો જણાવીએ. તેના માટે તમારે વધારે શારીરિક શ્રમ પણ નથી કરવાનો. તમે આરામથી સુતા સુતા આ કામ કરીને પેટની ચરબી ઘટાડી શકો છો.
Belly Fat: આજના સમયમાં લોકોની જીવનશૈલી એટલી વ્યસ્તતા ભરેલી છે કે તેમને પોતાના સ્વાસ્થ્ય જાળવવા માટે પણ સમય નથી. ડોક્ટરો પણ સલાહ આપે છે કે સારા સ્વાસ્થ્ય માટે રોજ વર્કઆઉટ કરો. જો તમે રોજ 30 મિનિટ પણ વર્કઆઉટ કરો છો તો તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ સ્ત્રી હોય કે પુરુષ આ 30 મિનિટનો સમય કાઢતા નથી અને પરિણામે તેઓ સ્થૂળતાનો ભોગ બને છે.
વજન વધવાથી સૌથી પહેલા કમરની આસપાસ ચરબી પણ જમા થવા લાગે છે. એકવાર ચરબી વધી જાય તેમ છતાં જો તમે વર્કઆઉટ નથી કરતાં તો તેનાથી તમારી સમસ્યાઓ વધારે ગંભીર થઈ શકે છે. પરંતુ આજે તમને વજન ઘટાડવાનો સૌથી સરળ રસ્તો જણાવીએ. તેના માટે તમારે વધારે શારીરિક શ્રમ પણ નથી કરવાનો. તમે આરામથી સુતા સુતા આ કામ કરીને પેટની ચરબી ઘટાડી શકો છો.
આ પણ વાંચો:
શું તમે પણ 10-15 દિવસ પછી બદલો છો બેડશીટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી
ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ જીંજર ગાર્લિક સૂપ, શરદી-ઉધરસમાં પીવાથી તુરંત મળશે આરામ
પાણીમાં આ વસ્તુ મિક્સ કરી ધોઈ લો કેળા, એક અઠવાડિયા સુધી કેળા કાળા નહીં પડે
આજે તમને બેલી ફેટ ઘટાડતી 2 એવી કસરત વિશે જણાવીએ જેને તમે બેડ પર સુતા સુતા કરી શકો છો. રોજ સવારે જાગો એટલે 10થી 15 મિનિટ આ કસરત કરી દિવસની શરુઆત કરશો તો ગણતરીના દિવસોમાં પેટની ચરબી ઓગળી જશે.
લેગ રેઈઝ
આ એકસરસાઈઝમાં પગની સ્ટ્રેંથ વધે છે અને તેને નિયમિત કરવાથી પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે. જ્યારે તમે પગને ઉપર ઉઠાવો છો તો પેટના સ્નાયુનો સ્ટ્રેસ પણ ઓછો થાય છે જેના કારણે બેલીફેટ ઝડપથી ઘટે છે. આ એક્સરસાઇઝ કરવા માટે બેડ ઉપર સીધા સૂવું અને પછી બંને પગને એક સાથે ધીરે ધીરે કરીને ઉપરની તરફ ઉઠાવો. પગને 45 ડિગ્રીના એંગલ ઉપર થોડી વાર રાખો. પછી 60 નું એન્ગલ બનાવો અને થોડીવાર તેમજ રહો. આ મુદ્રામાં બે થી ત્રણ મિનિટ સુધી રહો. રોજ સવારે 5 થી 15 મિનિટ સુધી આ એક્સરસાઇઝ કરવી.
વિંડશીલ્ડ વાઈપર
આ પણ વાંચો:
Weight Loss: ઝડપથી ઘટાડવું હોય વજન તો રાત્રે જમવામાં ખાવી આ 3 વસ્તુ
Upperlips Hair: અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ
આ એક્સરસાઇઝ પણ રોજ કરવાથી કમર અને સાથળની ચરબી ઝડપથી ઓગળે છે. તેનાથી કમર પર જામેલું એક્સ્ટ્રા ફેટ ઘટે છે. તેના માટે બેડ ઉપર સીધા સુઈ જવું અને બંને પગને સીધા ઉંચા કરો અને થોડીવાર હોલ્ડ કરો. ત્યાર પછી કારમાં વાઇપર જે રીતે ચાલતું હોય તે રીતે પગને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એ રીતે હલાવો. શરૂઆતમાં તમે આ એક્સરસાઇઝ બે મિનિટ સુધી કરો અને પછી ધીરે ધીરે સમય વધારો. કરવામાં એકદમ સરળ આ કસરતો તમારા વધેલા પેટને 1 મહિનામાં ગાયબ કરી દેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)