Cardamom: 32 ની કમરને ઝડપથી 28 ની કરવી હોય તો આ 4 રીતે યુઝ કરો એલચી, થોડા દિવસમાં દેખાવા લાગશે ફેરફાર
Reduce Belly Fat Fast: પેટ અને કમરની ચરબીને ઝડપથી ઉતારવી હોય તો એલચી ખૂબ જ ઉપયોગી છે. દેખાવમાં નાનકડી એલચી બેલીફેટ એટલે કે પેટની ચરબીને ઉતારવામાં કારગર છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એલચી ખુબ જ ઝડપથી અસર કરે છે.
Reduce Belly Fat Fast: આખા શરીરમાં પેટની ચરબીના ઘટાડવી સૌથી મુશ્કેલ કામ છે. પરંતુ જો તમે ફોકસ સાથે શક્ય એટલા પ્રયત્ન કરો તો આ કામ મુશ્કેલ નથી. જો બેદરકારી અને બેઠાડું જીવન શૈલીના કારણે તમારી કમર 28 થી 32 ની થઈ ગઈ છે એટલે કે તમારા પેટ અને કમરની ચરબી વધી ગઈ છે તો તમે ઘરેલુ નુસખા અજમાવીને કમરને ફરીથી 28 સુધી લાવી શકો છો. આજે તમને પેટની ચરબી ઘટાડતો એક જોરદાર નુસખો જણાવીએ.
આ પણ વાંચો: Rain Insects:વરસાદી પાણી સાથે ઘરમાં ઘુસી ગયેલા જીવજંતુઓનો સફાયો કરો ઘરની આ 4 વસ્તુથી
પેટ અને કમરની ચરબીને ઝડપથી ઉતારવી હોય તો એલચી ખૂબ જ ઉપયોગી છે. દેખાવમાં નાનકડી એલચી બેલીફેટ એટલે કે પેટની ચરબીને ઉતારવામાં કારગર છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એલચી ખુબ જ ઝડપથી અસર કરે છે. આજે તમને જણાવીએ કે પેટની ચરબીને ઘટાડવા માટે એલચીનો ઉપયોગ કેવી રીતે કરવો.
આ પણ વાંચો: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ
એલચીવાળી ચા
એલચીવાળી ચાનું નામ આવતા જ મગજમાં સુગંધી, દૂધવાળી, મીઠી ચાનો વિચાર આવવા લાગે છે. પરંતુ જો તમારે વજન ઘટાડવું હોય અથવા તો પેટની ચરબી ખતમ કરવી હોય તો દૂધવાળી ચા થોડા દિવસ માટે ભૂલી જાવ. એલચીવાળી ચા એટલે કે એક કપ પાણીમાં ફક્ત એલચી ઉમેરી તેને 5 મિનિટ ઉકાળી પછી તેને પી જવું. રોજ સવારે આ ચા પીવાની રહેશે.
આ પણ વાંચો: Haldi: વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો
એલચી અને લીંબુ પાણી
પેટની ચરબી ઓગાળવી હોય તો એલચી અને લીંબુનું પાણી પણ ટ્રાય કરી શકાય છે. તેના માટે સવારે ખાલી પેટ પાણીમાં એલચી ઉકાળો પછી તે પાણીને પીતી વખતે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દો. લીંબુ અને એલચીનું મિશ્રણ મેટાબોલિઝમ પણ બુસ્ટ કરે છે.
આ પણ વાંચો: Cloths stain: કપડાના જીદ્દી ડાઘને દુર કરવા ટ્રાય કરો આ 4 માંથી 1 ઘરેલુ ઉપાય
એલચી અને મધ
જમતા પહેલા એલચીને વાટી અને તેમાં થોડું મધ ઉમેરીને આ મિશ્રણને ચાટી જવું. નિયમિત આ કામ કરશો એટલે થોડા જ દિવસમાં કમરની જિદ્દી ચરબી ઓગળતી જોવા મળશે.
આદુ અને એલચી
બેલીફેટ ઘટાડવા માટે આદુ અને એલચીનું મિશ્રણ પણ ઉપયોગી છે. સૌથી પહેલા આદુને સાફ કરી નાના નાના ટુકડા કરી લો. ત્યાર પછી રોજ બે એલચી અને બે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળીને ગરમાગરમ હોય ત્યારે જ પી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)