એ વાતમાં કોઈ શક નથી કે પ્રેમ-અફેક્શન અને ફિઝિકલ ઈન્ટિમસી પતિ પત્નીના સંબંધને આગળ વધારવા માટે જરૂરી છે. જ્યારે તમે કોઈની સાથે જોડાઓ છો ત્યારે એકબીજાની પરવા કરો છો, એક બીજા સાથે પહેલા કરતા વધુ સહજ મહેસૂસ કરો છો. તે વખતે નીકટતા સંબંધોને મજબૂત કરવાનું કામ કરે છે. જો કે તેમાં શારીરિક અને ભાવનાત્મક બંને પ્રકાર નીકટતા સામેલ હોય છે. પરંતુ અનેકવાર મહિલાઓ પોતાના પાર્ટનર સાથે સેક્સ્યુઅલી કનેક્ટેડ ફીલ કરી શકતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગની મહિલાઓ માટે સેક્સ અને રોમાન્ટિંક ભાવનાઓમાંથી પસાર થવું એ ફક્ત પુરુષોની નજીક આવવાનું બહાનું લાગે છે. આવામાં જ્યારે તેમાંથી મન હટી જાય છે ત્યારે અંતર આવવા લાગે છે. બોલીવુડ અભિનેત્રી રેખાએ પણ એક સમયે એવું નિવેદન આપ્યું હતું કે હોબાળો મચી ગયો હતો. તે સમયે તેણે પ્રેમવાળા સંબંધોમાં ઈમોશનલ એટેચમેન્ટ નહિવત ગણાવ્યું હતું. 


ફિઝિકલ ઈન્ટિમસી પર આપ્યું હતું નિવેદન
વાત જાણે એમ છે કે યાસિર ઉસ્માનના પુસ્તક 'રેખા-કૈસી પહેલી જિંદગાની'માં અભિનેત્રી રેખાના જીવન સંબંધિત અનેક અજાણી વાતોને હાઈલાઈટ કરી છે. આ પુસ્તક મુજબ રેખાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તમે એક પુરુષની નજીક...ખુબ નજીક ત્યાં સુધી ન આવી શકો જ્યાં સુધી તમે તેની સાથે સેક્સ ન કરો.' જો કે લગ્ન જીવનની ગાડી પાટા પર ચાલતી રહે તે માટે શારીરિક કનેક્ટ હોવું ખુબ જરૂરી છે પરંતુ જે સંબંધોમાં ઈમોશનલ કનેક્શન મિસિંગ હોય છે ત્યાં ફિઝિકલ ઈન્ટીમસી ફક્ત પુરુષોને મનાવવાનો પેંતરો બની જાય છે. 


જો કે બદલાતા સમયની વાત કરીએ તો આજકાલ યુવક-યુવતીઓના પોતાના ખોવાઈ ગયેલા સંબંધોમાં રંગ ભરવા માટે જ મેન્ટલ અને ફિઝિકલ રીતે એકબીજાની નજીક આવે છે એવું નથી હોતું પરંતુ તેમના સંબંધમાં સેક્સ્યુઅલ સુખથી વધુ ભાવનાત્મક ખુશીઓ જોડાયેલી હોય છે. જેના કારણે તેઓ એક બીજા સાથે વધુ જોડાણ મહેસૂસ કરે છે. 


Bigg Boss OTT Premiere: 13 કન્ટેસ્ટન્ટ્સની ઘરમાં એન્ટ્રી, પ્રતીક સહેજપાલ પહેલા જ દિવસે બન્યો માથાનો દુ:ખાવો


આવા સંબંધો વધુ ન ચાલે
તેમાં કોઈ શક નથી કે ભાવનાત્મક કમીના કારણે મોટાભાગની મહિલાઓ પોતાના સાથે સાથે શારીરિક જોડાણ જોઈએ તેવું જાળવી શકતી નથી. પરંતુ જે મહિલાઓને એવું લાગે છે કે પોતાના સંબંધને બચાવવા માટે કે પુરુષની નજીક રહેવા માટે ફક્ત ફિઝિકલ ઈન્ટિમસી જ પૂરતું છે તો તેઓ ખોટા છે. 


રિલેશનશીપ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ફિઝિકલ ઈન્ટિમસીમાં પાર્ટનર સાથે રહેવું અને તેની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો હોય છે જ્યારે ઈમોશનલ કનેક્શનમાં એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન કરવું અને ભાવનાના સ્તરે જોડાણ સામેલ હોય છે. જે કોઈ પણ સંબંધનું ભવિષ્ય નક્કી કરે છે. જે લોકો વચ્ચે આ પ્રકારનો કોઈ ઈમોશનલ બોન્ડ ન હોય, તેમનો સંબંધ આખી જિંદગી સંઘર્ષ કરતો રહે છે. 


Taarak Mehta Ka Ooltah Chashmah: ટપુએ આપ્યો બબીતાજીને એવો જવાબ.. ફેનને 'વાંધો' પડ્યો, જાણો એવું તે શું કહ્યું?


પુરુષો માટે આવું વિચારવું ખોટું
રેખાની વાત પર જઈએ તો તેણે પતિ પત્નીના સંબંધને સેક્સ લાઈફ સાથે જોડીને આ નિવેદન આપ્યું છે. જ્યારે મોટાભાગના લોકો એ વાતને સાચી માનતા નથી. કોઈ પણ સંબંધને ચલાવવા માટે કપલ્સે દરેક પ્રકારે એકબીજા સાથે જોડાવવું જરૂરી છે. આ જરૂરિયાત ફિઝિકલ પણ હોઈ શકે છે અને ઈમોશનલ પણ. પરંતુ પુરુષોના જોડાણને ફક્ત ફિઝિકલ ઈન્ટિમસી સાથે જોડવું ખોટું છે. આજના સમયમાં મોટાભાગના છોકરાઓ પોતાના માટે એક એવી છોકરી ઈચ્છે છે જે દરેક રીતે તેને સપોર્ટ કરે. આ જ એક કારણ છે કે છેલ્લા કેટલાક સમયમાં લગ્ન સંબંધમાં લોકોની સોચમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube