Taarak Mehta Ka Ooltah Chashmah: ટપુએ આપ્યો બબીતાજીને એવો જવાબ.. ફેનને 'વાંધો' પડ્યો, જાણો એવું તે શું કહ્યું?

એ તો સૌ જાણે છે કે મુનમુન દત્તા અને રાજ અનડકટ ઓફ સ્ક્રિન પણ ખુબ સારા મિત્રો છે. તેઓ છાશવારે એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતા જોવા મળે છે. જો કે આ વાતોએ તેમના ફેન્સને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું તેમની વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે?

Updated By: Aug 6, 2021, 05:02 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah: ટપુએ આપ્યો બબીતાજીને એવો જવાબ.. ફેનને 'વાંધો' પડ્યો, જાણો એવું તે શું કહ્યું?
ફાઈલ ફોટો

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)દેશના લોકપ્રિય શોમાંથી એક છે. વર્ષોથી ચાલતો આ શો આજે પણ દર્શકોના દિલોદિમાગ પર અમીટ છાપ ધરાવે છે.  આ શોની  ખાસિયત એ છે કે દર્શકોની સાથે સાથે કલાકારો પણ એકબીજા જોડે નીકટતા ધરાવે છે. આ બધા વચ્ચે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે મુનમુન દત્તા એટલે કે બબીતાજી અને રાજ અનડકટ એટલે કે ટપુ ફક્ત મિત્રો નથી પરંતુ તેનાથી પણ કઈક વધુ નીકટતા ધરાવે છે. આથી જ્યારે રાજે સોશિયલ મીડિયા પર મુનમુનની વાતનો જવાબ આપ્યો તો એક ફેને મજેદાર અંદાજમાં કમેન્ટ કરી. 

ફેન્સને વિચારવા માટે મજબૂર કર્યા
એ તો સૌ જાણે છે કે મુનમુન દત્તા અને રાજ અનડકટ ઓફ સ્ક્રિન પણ ખુબ સારા મિત્રો છે. તેઓ છાશવારે એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતા જોવા મળે છે. જો કે આ વાતોએ તેમના ફેન્સને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું તેમની વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે? હવે એકવાર ફરીથી આ મામલાએ તૂલ પકડ્યું છે. જેનું કારણ છે મુનમુનની એક કમેન્ટ પર રાજનો જવાબ.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

જાણો શું છે આ મામલો
'TMKOC' માં ટપુની ભૂમિકા ભજવવા ઉપરાંત પણ રાજ અનડકટ યુટ્યૂબ ઉપર પણ ખુબ સક્રિય છે અને નિયમિત રીતે તેના માટે કન્ટેન્ટ બનાવે છે. રાજને હાલમાં જ ગોલ્ડન બટનથી સન્માનિત કરાયો હતો. આ બટન એવા યુટ્યૂબર્સને અપાય છે જે 1 મિલિયન સબસ્ક્રાઈબર્સ સુધી પહોંચી ગયા છે અથવા તો તેનાથી આગળ નીકળી ગયા છે. આ ખુશી તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી. જેમાં કેપ્શનમાં લખ્યું કે 'આખરે સોનું અહીં છે, તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે આભાર. મારા માટે ખુબ મહત્વ ધરાવે છે.'  આ પોસ્ટ પર મુનમુને કમેન્ટમાં લખ્યું, 'Woohoo...congratulations..' આ સાથે તેણે ફાયર અને સ્માઈલ ઈમોજી પણ બનાવી. 

ફેને મજાક કરી
હવે એક્ટર્સની નાની ચેટને પણ ફેન્સે પકડી લીધી. જેમણે જલદી રાજને ફક્ત મુનમુનને જ જવાબ આપવા માટે વ્યંગ પણ કર્યો. એક યૂઝરે લખ્યું કે  '@raj_anadkat ફક્ત આમને રિપ્લાય એ ખોટી વાત છે.' એક અન્ય યૂઝરે મુનમુનની કમેન્ટ તરફ ઈશારો કરતા લખ્યું કે  '@mmoonstar આવી ગઈ કમેન્ટ' 

અત્રે જણાવવાનું મુનમુન અને રાજ હમેશા એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર ખુબ કોમ્પલિમેન્ટ આપે છે અને ફેન્સ એવો અંદાજો લગાવે છે કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. જો કે બંનેએ આ પ્રકારની કોઈ હિન્ટ આપી નથી.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube