Extra Marital Affair: પતિને મારા માટે ટાઈમ નહોંતો, પછી હું બીજા સાથે જ ખુશ રહેવા લાગી...! 24 વર્ષિય યુવતીની વ્યથા
Extra Marital Affair: એક મહિલાની કહાની જોઈએ તો તેનું કહેવું છે કે મારા પતિ એક નાર્સિસિસ્ટ વ્યક્તિ છે. તેમને લાગે છે કે તેમનાથી સારું કોઈ નથી. તેમને મારામાં દર વખતે કમી દેખાય છે. તેઓ મને એક પળ માટે પણ ખુશ કરવાની પરવા કરતા નથી. તેમની અપમાનજનક ટિપ્પણીઓથી મારા માટે તેમની સાથે લગ્નમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
Extra Marital Affair: લગ્નમાં દગાને કોઈ સ્થાન હોતું નથી. પરંતુ જ્યારે સંબંધમાં બંધાયેલા બે લોકો વચ્ચે પ્રેમ, વિશ્વાસ, પરવા, રોમાન્સ અને રોમાંચ ન હોય તો લોકો તેની પૂર્તિ બીજી જગ્યાએથી કરવા લાગે છે. આ જ કારણ હોય છે કે લોકો એકસ્ટ્રા મેરિટલ અફેરમાં પડી જાય છે. સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો ગુસ્સો, નારાજગી, કે નફરતના કારણે પોતાના પાર્ટનરને દગો કરે છે. પરંતુ જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે તે દગાનું કારણ ખુબ જ ગંભીર અને વિચારમાં મૂકી દે તેવા હોય છે. તેનો અંદાજો તમે આ મહિલાઓની વાતોથી કરી શકો છો.
ઘરની જવાબદારીઓ-
એક મહિલાના જણાવ્યાં મુજબ 24 વર્ષની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતા. એક એવી પત્ની બનીને હું રહી ગઈ હતી કે જે દિવસભર ઘરના તમામ કામ કરતી હતી અને બાળકોને ઉછેરતી હતી. મને ક્યારેય મારા માટે સમય મળ્યો નહીં. મારા પતિ પણ રોમેન્ટિક નથી અને તેમને મારી કોઈ ચિંતા નથી જેણે મને એકલી કરી મૂકી. આથી જ્યારે મે મારા પર થોડું ધ્યાન આપવાનું શરૂ કર્યું તો મને અહેસાસ થયો કે કેવી રીતે મે મારી જાતને જવાબદારીઓમાં સંપૂર્ણ ભૂલાવી દીધી છે. આ બધા વચ્ચે મને કોઈ અન્ય સાથે ખુશી મળવા લાગી જે ખુબ શાનદાર હતી. પતિ ખુશ નહોતો રાખતો તો હું બીજા સાથે ખુશ રહેવા લાગી...
પતિને મારામાં કમી સિવાય કઈ દેખાતુ નથી-
અન્ય એક મહિલાની કહાની જોઈએ તો તેનું કહેવું છે કે મારા પતિ એક નાર્સિસિસ્ટ વ્યક્તિ છે. તેમને લાગે છે કે તેમનાથી સારું કોઈ નથી. તેમને મારામાં દર વખતે કમી દેખાય છે. તેઓ મને એક પળ માટે પણ ખુશ કરવાની પરવા કરતા નથી. તેમની અપમાનજનક ટિપ્પણીઓથી મારા માટે તેમની સાથે લગ્નમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ હું તેમને ડિવોર્સ આપી શકું તેમ નથી કારણ કે અમારા પરિવારના લોકો એકબીજાની ખુબ નજીક છે. આથી મારે મારી ખુશી ક્યાંક બીજે શોધવી પડી.
પતિ માટે માતાપિતાની કેરટેકર-
આવી જ એક અન્ય મહિલાનું કહેવું છે કે મારા પતિને ફક્ત તેમના માતા પિતાની પરવા છે. ક્યારેક તો એવું લાગે છે કે હું બસ તેમના માતા પિતાની કેરટેકર છું. આ એવું છે જેમ કે મારું તેમના જીવનમાં કોઈ સ્ટેન્ડ નથી. ક્યારેક તો અસહ્ય થઈ જાય છે. તેમનાથી નારાજ થયે પણ ઘણો સમય થઈ ગઓ. તેઓ ક્યારેય મારી કેર કરતા નથી અને ન તો આવું કઈ કરવાનો પ્રયત્ન કરતા. આથી જ્યારે કોઈ અન્ય વ્યક્તિએ મારામાં રસ દાખવ્યો તો હું પીગળી ગઈ. આ રીતે મારું અફેર શરુ થયું.
સંબંધ બોરિંગ થઈ ગયો હતો-
અન્ય એક મહિલાનું કહેવું છે કે અમારા સંબંધમાં કોઈ મજા રહી નહતી. અમે રોજ બસ કામ બાદ એક સાથે બેસીને ટીવી જોતા હતા. કોઈ ડેટનાઈટ નહીં, કોઈ ગિફ્ટ નહીં, કોઈ સરપ્રાઈઝ નહીં. અમારા સંબંધમાં એવો કોઈ પડકાર નહતો જે તેને રોમાંચિત બનાવી રાખે. મે તેમને મારી ચિંતાઓ બતાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમણે કોઈ રસ દાખવ્યો નહીં. આથી મે એકસ્ટ્રા મેરિટલ અફેર કર્યું. મારાથી જે એકમાત્ર ભૂલથઈ તે એ હતી કે મે તેમને દગો કર્યો. પરંતુ તેનાથી મને એ જાણવામાં મદદ મળી કે હું હવે તેમને પ્રેમ કરતી નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)