Relationship Tips: સંબંધોને તરોતાજા રાખશે આ પાંચ ટિપ્સ, પોતાના પાર્ટનરને આવી રીતે લાવો નજીક
એક ઉંમર બાદ બંને પર જવાદારીઓનો બોજ આવી જાય છે. જેથી તેઓ સાથે સમય નથી વિતાવી શકતા. એવામાં પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો આ સારો સમય છે. તમે હાલ તમારા પાર્ટનર સાથેના ઈમોશનલ સંબંધો મજબૂત કરી શકો છો.
નવી દિલ્હીઃ એક ઉંમર બાદ બંને પર જવાદારીઓનો બોજ આવી જાય છે. જેથી તેઓ સાથે સમય નથી વિતાવી શકતા. એવામાં પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો આ સારો સમય છે. તમે હાલ તમારા પાર્ટનર સાથેના ઈમોશનલ સંબંધો મજબૂત કરી શકો છો. કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે લાગણીનું જોડાણ હોવું જરૂરી છે. સંબંધોની શરૂઆતમાં તો કપલ એકબીજાની લાગણીઓનું પુરું ધ્યાન રાખે છે. પરંતુ જેમ સમય પસાર થવા લાગે છે ત્યારે પ્રેમ અને લાગણી ખતમ થઈ જાય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે આવું જોવા મળે છે. એક ઉંમર બાદ બંને પર જવાદારીઓનો બોજ આવી જાય છે. જેથી તેઓ સાથે સમય નથી વિતાવી શકતા. એવામાં પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો આ સારો સમય છે. તમે હાલ તમારા પાર્ટનર સાથેના ઈમોશનલ સંબંધો મજબૂત કરી શકો છો. આજે અમે તમને એવા જ પાંચ રસ્તાઓ બતાવી રહ્યા છે.
રોમાન્ટિક યાદોને કરો સજીવન:
જો તમે તમારા સંબંધોમાં ઈમોશનલ બોન્ડને મજબૂત કરવા માંગો છો તો તેના માટે સૌથી સારો રસ્તો એ છે કે, જૂની યાદોને ફરી સજીવન કરો. તમે તમારી પહેલી મુલાકાત કે રોમેન્ટિક ડેટને યાદ કરો. તમારી વાતોને પાર્ટનર સાથે શેર કરો અને તેમના વખાણ કરો. યાદોને તાજા કરો અને સંબંધોને પણ.
શરમ અને ખચકાટ ખતમ કરો:
પતિ-પત્નીએ જો એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાવું હશે તો શરમ અને ખચકાટને ખતમ કરવું જરૂરી છે. બંને એકબીજા સાથે દરેક પ્રકારની વાત કરો. અનેક લોકો વિચારે છે કે, બાળકો મોટા થઈ ગયા છે અને હવે રોમેન્ટિક થવાનો સમય જતો રહ્યો છે. પરંતુ એવું નથી. ગમે એટલો સમય થાય પરંતુ તમારો પ્રેમ એકબીજા માટે ઓછો ન થવો જોઈએ.
Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો
સંબંધોમાં કાંઈ છૂપું ન રાખો:
લગ્ન બાદ જીવનમાં અનેક સંબંધો જોડાઈ જાય છે. તમે માતા-પિતા બનો છો. કાકા-કાકી બનો છો. ન જાણે અનેક સંબંધોને નિભાવો છો. એવામાં તમારે કપલ અને પતિ-પત્ની તરીકેના તમારા સંબંધો ન ભૂલવા જોઈએ. અન્ય સંબંધો અને જવાબદારીઓને તમારા સંબંધ વચ્ચે ન આવવા દો. હંમેશા સંબંધને તરોતાજા રાખો. જેથી તેમાં સ્પાર્ક જળવાઈ રહે.
ફેન્ટસીઓને કરો સાકાર:
આપણે અનેક વાર કોઈ ફિલ્મ કે સીરિયલમાં બતાવવામાં આવતી કહાનીઓથી પ્રેરિત થઈએ છે. છોકરી જે હીરોને પસંદ કરે છે એ જ રીતે તેનો પતિ પણ તેની સાથે વાત કરે. આવી જ રીતે છોકરાઓની પણ અનેક ફેન્ટસી હોય છે એકબીજાની ફેન્ટસીને યાદ રાખવાની અને તેને સાકાર કરવાનું રાખવું જોઈએ.
નાના-નાની વાતથી મૂડ ખરાબ ન કરો:
એક સમય બાદ પતિ-પત્નીઓમાં નોંકઝોંક વધી જાય છે. અનેક વાર નાની-નાની વાત પર અણબનાવ થાય છે. પરંતુ તો તમારે તમારા સંબંધોને સજીવન કરવા છે તો સમજદારીથી કામ લેવું જરૂરી છે. પાર્ટનરની ભૂલ હોય તો તેના પર ગુસ્સો કરવાના બદલે આરામથી સજાવવાનો પ્રયાસ કરો. આવું કરશો તો બંને આરામથી રહી શકશો અને ઘરમાં રોમાન્ટિક માહોલ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube