Dark Circles દુર થશે 15 દિવસમાં જ, અઠવાડિયામાં 2 વખત આંખ નીચે લગાડો આ વસ્તુ
Get Rid Of Dark Circles: અપૂરતી ઊંઘ, ટેન્શન અને અનહદી ડાયેટના કારણે પણ આંખ નીચે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. જો તમારી આંખની નીચે લાઈટ ડાર્ક સર્કલ દેખાવા લાગે ત્યારે જ તમે કેટલાક ઉપાય શરૂ કરી દો તો ડાર્ક સર્કલને દૂર પણ કરી શકાય છે. આજે તમને આવા જ કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ જેને અજમાવીને તમે ડાર્ક સર્કલની શરૂઆતમાં જ દૂર કરી શકો છો.
Get Rid Of Dark Circles: જો આંખ નીચે ડાર્ક સર્કલ થઈ જાય તો ચહેરાની સુંદરતા પર તે ખરાબ અસર કરે છે. આંખ નીચે ડાર્ક સર્કલ થવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. કેટલીક વાર જેનેટીક કારણોને લીધે પણ ડાર્ક સર્કલ થઈ જાય છે. આ સિવાય અપૂરતી ઊંઘ, ટેન્શન અને અનહદી ડાયેટના કારણે પણ આંખ નીચે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. જો તમારી આંખની નીચે લાઈટ ડાર્ક સર્કલ દેખાવા લાગે ત્યારે જ તમે કેટલાક ઉપાય શરૂ કરી દો તો ડાર્ક સર્કલને દૂર પણ કરી શકાય છે. આજે તમને આવા જ કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ જેને અજમાવીને તમે ડાર્ક સર્કલની શરૂઆતમાં જ દૂર કરી શકો છો.
અંડર આઈ ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાય
આ પણ વાંચો:
રુ જેવી સોફ્ટ ફુલકા રોટી બનાવવા આ ટ્રીકથી બાંધો લોટ, ઠંડી રોટલી પણ ખવાશે હોંશે હોંશે
શિયાળામાં વધી જતી ત્વચાની ડ્રાયનેસને દુર કરવા આ 3 રીતે ઉપયોગ કરો ગ્લિસરીનનો
આલિયા ભટ્ટ જેવી ગ્લોઈંગ સ્કીન મેળવવી હોય તો ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ
ગ્લિસરીન અને સંતરાનું જ્યુસ
ગ્લિસરીનો ઉપયોગ ચહેરાને મોસ્ચ્યુરાઈઝ કરવા માટે થાય છે આ સિવાય સંતરાના રસમાં મિક્સ કરીને આંખ નીચે લગાડવાથી ડાર્ક સર્કલથી પણ મુક્તિ મેળવી શકાય છે.
ફુદીનાની પેસ્ટ
ફુદીનાની પેસ્ટને આંખ નીચે લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે. તેના માટે ફુદીનાના પાનને સારી રીતે સાફ કરીને પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટને આંખ નીચે 15 મિનિટ સુધી લગાડો ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ પેસ્ટ આંખમાં ન જાય તે માટે એક કપડામાં બાંધીને તેને આંખ નીચે રાખો.
ટમેટું અને ચણાનો લોટ
આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ટામેટાની પેસ્ટ પણ ઉપયોગી છે. તેના માટે ટામેટાની પેસ્ટ બનાવીને તેમાં થોડો ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને આંખ નીચે અને ચહેરા પર લગાડો. દસ મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તમે આ ઉપાય કરશો એટલે ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)